LDO એસોસિએશનની સાફ વાત; LDO નો કારોબાર "કાળો' નથી કાયદેસર છે
કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા ઉપર કરાયેલા હુમલાનાં ચકચારી પ્રકરણમાં ગોંડલ પંથકના એલડીઓ ધંધાર્થીઓએ મોઢું ખોલ્યું છે. અને પાંચ વર્ષથી લઈ પાત્રીસ વર્ષથી ચાલતા એલડીઓના ધંધા નિયમાનુસાર અને કાયદેસર હોવાનું જણાવી આશિષ કુંજડિયા અનેકવાર ધંધાર્થીઓને હેરાન કરી હપ્તાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
LDO એસોસિએશન
એલડીઓના વેપારીઓ કમલેશભાઈ ગણાત્રા,ચિરાગભાઈ દુદાણી,હરદેવસિંહ જાડેજા,હસમુખભાઈ વ્યાસ, હરેશભાઈ રાણપરીયા,શક્તિસિંહ જાડેજા,આશિષભાઈ ગજેરા,રસીકભાઇ ઓડેદરા,ગજુભા રાઓલ સહિત નાએ એક પત્રકાર પરિષદ માં જણાવ્યું કે, તમામ એલડીઓ ધારક ૧૯૮૧ અધિનિયમ મુજબ ધંધા માટેનું સી ક્લાસનું લાયસન્સ ધરાવેછે. જે દ્વારા સ્થાનિક મામલતદાર પરવાનો આપે છે.
બાદમાં પુરવઠા અને પોલીસ વિભાગ મંજુરી આપે છે. જીએસટી પણ નિયમાનુસાર ભરાય છે.ગવર્નમેન્ટ અધિકૃત રિફાયનરીઓમાંથી ખરીદી કરાયછે. મેટોડા,શાપર,હડમતાળા સહિતની જીઆઇડીસીમાં ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત ડ્રિલિંગ મશીન માટે પણ એલડીઓનો વપરાશ થાય છે.
આમ એલડીઓનો ધંધો કાયદેસર હોવા છતા કેટલાક તત્વો સ્થળ પર આવી પૈસાની માંગ કરી વિડીયો શુટીંગ કરી વેપારીઓને કનડગત કરી રહ્યા છે. લીગલ ધંધો હોવા છતા બંધ કરાવી દેવાની ધમકી આપી ત્રાસ આપી રહ્યા છે. આશિષ કુંજડિયા પણ કોંગ્રેસ પ્રમુખના હોદાનો ગેરઉપયોગ કરી વેપારીઓને હેરાન કરી રહ્યા છે. અગાઉ એક વેપારીને ડરાવી ધમકાવી મોટો તોડ કર્યાનું જગ જાહેર છે. પોલીસ અને તંત્ર દ્વારા આ અંગે તટસ્થ તપાસ કરવી જોઈએ. કેટલાક જુજ લોકોને કારણે સમગ્ર વેપારીઓ બદનામ થાય તે યોગ્ય નથી, તેવુ જણાવ્યું હતું.
આશાપુરા એન્ટરપ્રાઈઝના હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, એલડીઓને લગતી બધીજ મંજુરીઓ અને લાયસન્સ હોવા છતા રાજકીય રાગદ્વેષ રાખી વેપારીઓને બદનામ કરાઇ રહ્યા છે. મારાં પુત્ર પર લુંટનો ખોટો આરોપ મુકાયોછે. એ શાંતિથી તેનો વેપાર સંભાળે છે. અને વેપારમાં મહીને લાખોનું ટર્નઓવર કરે છે.એ પચાસ હજારની લુંટ કરે ખરા ? તેવો સવાલ હરદેવસિંહ જાડેજાએ ઉઠાવ્યો હતો.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો -- Loksabha ELection : લોકસભા સીટોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવાયા, જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક