Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: એકબાજુ સ્વચ્છતા અભિયાન બીજી તરફ કચેરી ગંદકીનું ઘર! કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું!

ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ બન્યું મજાક! કલેક્ટર કચેરીના શૌચાલયની હાલત જ સૌથી ખસ્તા પાણીના કુલરની જગ્યાએ કરોળિયાના જાળાનો ઘેરો કલેક્ટર કચેરીમાં કુલર તો રાખ્યા છે પણ તેમાં પાણી નથી આવતું! Gandhinagar: ગાંધીનગર કે જે વિશ્વના સૌથી હરિયાળા પાટનગર...
gandhinagar  એકબાજુ સ્વચ્છતા અભિયાન બીજી તરફ કચેરી ગંદકીનું ઘર  કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું
Advertisement
  1. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ બન્યું મજાક!
  2. કલેક્ટર કચેરીના શૌચાલયની હાલત જ સૌથી ખસ્તા
  3. પાણીના કુલરની જગ્યાએ કરોળિયાના જાળાનો ઘેરો
  4. કલેક્ટર કચેરીમાં કુલર તો રાખ્યા છે પણ તેમાં પાણી નથી આવતું!

Gandhinagar: ગાંધીનગર કે જે વિશ્વના સૌથી હરિયાળા પાટનગર તરીકે જગવિખ્યાત છે. પરંતુ શું તે સ્વચ્છ શહેર છે? ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં કલેક્ટર કચેરી (collector office)ની હાલત ખુબ જ દયનીય બની હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ જાણે મજાક માત્ર હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. એકબાજુ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય! આવી રીતે ગુજરાત કઈ રીતે સ્વચ્છતાનું પ્રતિક બનશે?

Advertisement

કચેરીમાં જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો શહેર શું સ્વચ્છ રહેવાનું?

ગુજરાતના પાટનગર (Gandhinagar)ની કલેક્ટર કચેરીની દશા અત્યંત દયનીય બની ગઈ છે. આખરે શા માટે અધિકારીઓની ઊંઘ ઉડતી નથી? પોતાના કચેરીમાં જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો પછી શહેરને સ્વચ્છ રાખવાની વાતો કરી ફોગટ છે. અહીં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું હોય તેવું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગાંધીનગર કલેક્ટર કચેરી શૌચાલયમાં જઈએ તો માથું ફાટી જાય તેવી ગંદકીથી ખદબદી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Earthquake: ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 47 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

કલેક્ટર કચેરીમાં ઠેર ઠેર પાનમસાલાની પિચકારીઓ

સ્વચ્છતા તો નથી જ પરંતુ પાણીની પણ સમસ્યા સામે આવી છે. 3 માળની કલેક્ટર કચેરીમાં લોકોએ ઠેર ઠેર પાનમસાલાની પિચકારીઓ મારી છે. એટલું જ નહીં પરંતુ કલેક્ટર કચેરીમાં પાણી પણ આવતું નથી. કુલર તો છે પણ તેમાંથી પાણી આવતું નથી. એટલે કુલર માત્ર શોભા માટે જ રાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાણી, સ્વચ્છતા એ કચેરીની શોભા વધારે છે પરંતુ અહીં તો પાણીના કુલરની જગ્યાએ કરોળિયાના જાળાનો ઘેરો હોય તેવું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gondal પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ, પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

કલેક્ટર મેહૂલ દવે સાહેબ, સ્વચ્છતા સર્વેક્ષણની આવી મજાક?

ગાંધીનગર (Gandhinagar)ના કલેક્ટર સાહેબ મેહૂલ દવેને ખાસ જણાવવાનું કે જરા ધ્યાન તો આપો. સરકારી ઓફિસ અને એમાં પણ કલેક્ટર કચેરીમાં જ જો સ્વચ્છતા રાખવામાં નથી આવતી તો, શહેરમાં સ્વચ્છતા જળવાશે તેની શું આશા રાખવી? કારણ કે, કચેરીમાં તો જ્યા જુઓ ત્યાં માત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. હવે જોવાનું એ છે કે, કચેરીની હાલતમાં કોઈ સુધાર આવે છે કે નહીં? પરંતુ દ્રશ્યો જોતા કચેરીમાં એટલીં ગંદકી છે થોડીવાર ત્યાં ઊભા રહીંને શ્વાસ પણ લઈ શકાય તેમ નથી.

આ પણ વાંચો: RSS ના વડા Mohan Bhagwat નું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન, જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×