Ambaji : અંબાજીમાં ચુંદડીવાળા માતાજીના આશ્રમે માતાજીનો 95મો જન્મ દિવસ ઉજવાયો
અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી થી 3 કીલોમીટર દૂર માં અંબા નું મૂળ સ્થાનક ગબ્બર આવેલુ છે. ગબ્બર પર્વત પાસે પહાડોમાં ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલો છે....
અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી થી 3 કીલોમીટર દૂર માં અંબા નું મૂળ સ્થાનક ગબ્બર આવેલુ છે. ગબ્બર પર્વત પાસે પહાડોમાં ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલો છે. અહી વર્ષો સુધી ચુંદડીવાળા માતાજી પહાડોમાં રહી માતાજીની આરાધના કરતા હતા અને માતાજી 2020માં સ્વર્ગે સિધાવ્યા હતા. દર શ્રાવણ માસમાં ચુંદડીવાળા માતાજીનો જન્મ દિવસ આવે છે ત્યારે આજે તેમના આશ્રમે તેમની સમાધી પાસે ભક્તોએ માતાજીની આરાધના કરી તેમને યાદ કરી કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને માડીને યાદ કર્યા હતા. બહેનોએ તેમની સમાધી સ્થળ પર ભજન ગાઇ માતાજીને યાદ કર્યા હતા અને કેટલાંક ભકતો રડતા જોવા મળ્યા હતા.
ભક્તોએ કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી
ચુંદડીવાળા માતાજી ઘણા વર્ષોથી અન્ન પાણી વિના જીવન જીવતા હતા અને તેમને સાયન્સને પણ ખોટા પાડી 83 વર્ષ સુધી અન્ન પાણી વિના જીવન જીવ્યુ હતુ. 2020માં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. અને આજે તેમની હયાતી નથી પણ ભક્તોમાં અતૂટ વિશ્વાસ છે એટલે આજે પણ ભકતો માતાજીના આશ્રમે દર પુનમે અને રવિવારે દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. જે જગ્યા પર બેસીને માતાજી ભક્તોને આશિર્વાદ આપતા હતા તે જ સ્થળે હાલમાં માતાજીની સમાધી સ્થળ બનાવેલ છે અને ભકતો તેમની સમાધી પર દર્શન કરીને મા ને યાદ કરે છે. આજે ભક્તોએ કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને માતાજીની આરતી પણ કરવામા આવી હતી,ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન અપાયું હતું અને આદિવાસી ભાઈઓ અને બહેનોએ નાચગાન કર્યું હતું.
ભક્તોનો ધસારો
માતાજીના જુના ભક્ત જશુભાઇ પટેલે જણાવ્યું કે હું વર્ષોથી માતાજીના આશ્રમ પર દર્શન કરવા આવું છું અને દર્શન કરીને મારા દરેક નવા કાર્યોની શરુઆત કરુ છું. માતાજીએ મને ઘણું આપ્યુ છે અને આજે પણ સમાધી સ્થળ પર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે આશ્રમના પૂજારી અતુલભાઇ જાનીએ કહ્યું કે હું ચુંદડીવાળા માતાજીનો ભત્રીજો છું અને અહી વર્ષોથી મંદીર પર પૂજારી તરીકે સેવા બજાવી રહ્યો છું. માતાજીના ભક્તો દર પુનમે અને રવિવારે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
Advertisement