Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur: સદીઓ જૂની છે આ આદિવાસી માટી કળા, હજી પણ અનેક લોકોની છે રોજીરોટી

ખાસ વનસ્પતિનું પડ ચડાવીને નોનસ્ટીક બનાવાય છે આ આદિવાસી મહિલા તો માટીને હાથથી વાસણોને આકાર આપે છે આ વાસણને પરંપરાગત અગ્નિથીની ભઠ્ઠામાં પકવે છે Chotaudepur: આધુનિક સમયમાં નોનસ્ટીક વાસણોનું ચલણ ખુબ જ વધ્યુ છે. બધાના ઘરમાં અલગ અલગ બ્રાન્ડના...
chotaudepur  સદીઓ જૂની છે આ આદિવાસી માટી કળા  હજી પણ અનેક લોકોની છે રોજીરોટી
  1. ખાસ વનસ્પતિનું પડ ચડાવીને નોનસ્ટીક બનાવાય છે
  2. આ આદિવાસી મહિલા તો માટીને હાથથી વાસણોને આકાર આપે છે
  3. આ વાસણને પરંપરાગત અગ્નિથીની ભઠ્ઠામાં પકવે છે

Chotaudepur: આધુનિક સમયમાં નોનસ્ટીક વાસણોનું ચલણ ખુબ જ વધ્યુ છે. બધાના ઘરમાં અલગ અલગ બ્રાન્ડના નોનસ્ટીક વાસણો હોય છે. નોનસ્ટીક વાસણમાં ઓઇલ નહીંવત વપરાય છે અને ગેસ પણ બચે છે. તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે, આપણે તો લોખંડના નોનસ્ટીક વાસણો વાપરી ગુડ હેલ્થની વાતો કરીએ છીએ પણ આપણા વડવાઓ વર્ષો પહેલા માટીના નોનસ્ટીક વાસણો વાપરાતા હતા. આપણાં વડવાઓના કહેવા પ્રમાણે તે વાસણો હેલ્થ માટે સૌથી ઉત્તમ હતા.

Advertisement

Chotaudepur tribal clay art centuries old still livelihood of many people

આદિવાસી સમુદાય માટીને હાથથી આકાર આપી વાસણ બનાવે છે

આદિવાસી સમુદાયની માટીકળા સામાન્ય રીતે માટી ચાકડે ચડીને આકાર પામતી હોય છે. છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં આદિવાસી સમુદાય માટીને હાથથી આકાર આપી વાસણ બનાવે છે. આ વાસણ બન્યા બાદ તેને ખાસ વનસ્પતિનું પડ ચડાવીને નોનસ્ટીક બનાવવામાં આવે છે. આવા જ એક માટી કલાકર છે જહુડીબહેન નાયક. આ અહેવાલમાં તેમના વિશે વાત કરવાની છે.

Advertisement

આ પણ વાંચો: ֹSurat: ‘તારે મારી સાથે જ...’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન

માટીની તાવડી પર બનાવેલો રોટલો મીઠો હોય છે

છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાના પાનવડના કનલવા ગામમાં રહેતા જહુડીબહેન નાયક સાથેની મુલાકતમાં તેમણે કહ્યું કે, અમે ખેતરની કાળી, ભૂરી અને ચીકણી આમ ત્રણ પ્રકારની માટીને પાણી સાથે મીક્ષ કરીને, તેને મચડીને વાક આપીએ છીએ. વાક આપ્યા પછી ઢીકરા (વાસણ) બનાવવાનું કામ શરૂ થાય છે. તળાવની ગંદી માટી વાસણ બનાવવામાં વપરાતી નથી. બાજરીનો રોટલો ઘડતા હોય તેમ માટીનો ગોળ ગોળો બનાવી હાથથી રોટલાની જેમ ઘડીએ છીએ. માટીનો રોટલો થોડો મોટો થાય એટલે પથ્થર પર હાથથી મોટા આકાર આપીએ. સરસ ગોળ માટીના રોટલાને જૂના માટલા પર મૂકી ગોળ વાટકાનો આકાર આપીએ છીએ.

Advertisement

માટીને હાથથી વાસણોને આકાર આપવામાં આવે છે

સામાન્ય રીતે કુંભાર માટીને ચાકડે ચડાવી આકાર આપતા હોય છે. આ આદિવાસી મહિલા તો માટીને હાથથી વાસણોને આકાર આપે છે. આ વાસણને પરંપરાગત અગ્નિથી ની ભઠ્ઠા માં પકવે છે. વાસણ પકવ્યા બાદ શરૂ થાય છે નોનસ્ટીક માટીના વાસણ બનાવવાની કળા. આમ તો જંગલમાં ઘણા બધા પ્રકારના લાખ મળતા હોય છે. પરંતુ માટી પર કોહીંબ વૃક્ષનું લાખ જ ચડે છે. જે આયુર્વેદીક રીતે પેટમાં ઠંડક આપે છે અને વાસણને નોનસ્ટીક બનાવે છે.

આ પણ વાંચો: Godhra: ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

અમદાવાદ વસ્ત્રાપુર હાટ બજારમાં સમયાન્તરે સ્ટોલ લાગે છે

માટી કામ કરતા જહુડિબહેને કહ્યું કે, અમે હાથેથી તવલા, તાવી અને મોટી કડાઈ તેમજ રોટલા બનાવવાના કલેડા બનાવીએ છીએ. પાનવડ(રવિવારે) અને કવાંટ(સોમવારે) હાટ બજારમાં ઢીકરા (માટીના વાસણ) વેચાય છે. સમાન્ય દેખાતા આ આદિવાસી મહિલા ભારતમાં થતા હસ્તકલા પ્રદર્શનમાં ભાગ લે છે. તેમનો અમદાવાદ વસ્ત્રાપુર હાટ બજારમાં માટીના વાસણોનો સમયાન્તરે સ્ટોલ પણ લાગે છે. આપણા ગુજરાતની આદિવાસી માટી કળાની આજે સમગ્ર દેશમાં માંગ છે. આ માટીના નોનસ્ટીક વાસણમાં ધીમા તાપે ભોજન પાકે છે જેથી તેમાં પોષકતત્વો જળવાઈ રહે છે જે માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર, GPSC એ કરી ભરતીની જાહેરાત

Tags :
Advertisement

.