છોટાઉદેપુર : લોકસભા બેઠક માટે જિલ્લા તાલુકા ભાજપના અપેક્ષિત હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર સેન્સ પ્રક્રિયા : છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લા તાલુકા ભાજપના અપેક્ષિત હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની તૈયારીઓના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં નિરીક્ષકો ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,ભાજપાનાં પ્રદેશમંત્રી જયશ્રીબેન દેસાઈ તેમજ ભાજપાનાં એસ.સી મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા બોડેલી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા.
છોટાઉદેપુર ભાજપાનાં પ્રમુખ,પદાધિકારીઓ,ધારાસભ્યો વિવિધ મોરચાના પ્રમુખ,મંત્રીઓ,પૂર્વ સાંસદ ધારાસભ્યો સહિત અપેક્ષિતોને રૂબરૂ મળી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આવનારી લોકસભામાં છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા,પૂર્વ ભાજપા પ્રમુખ ગોવિંદભાઇ રાઠવા,જિલ્લા ડોક્ટર સેલના સંયોજક ડો સ્નેહલભાઈ રાઠવા,જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય પ્રો.શંકરભાઈ રાઠવા,પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,કવાટ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વરશનભાઈ રાઠવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા,ડોક્ટર વસુંધરાબેન રાઠવા,પૂર્વ પ્રદેશ સંગઠનમંત્રી ઉર્મિલાબેન વસાવા,અવિનાશભાઈ રાઠવા,પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા,રાજેશભાઈ રાઠવા,રમેશભાઈ રાઠવા,રાજેન્દ્રગણી મહારાજ તેમજ ગુજરાત સરકારના પૂર્વમંત્રી શબ્દશરણભાઈ તડવી સહીત ૨૪ જેટલા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા રજૂ કરી પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ટિકિટની માંગણી કરી છે તેઓ પણ આજે બોડેલી સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા.જો કે વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવા અને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાએ પોતાનો બાયોડેટા રજુ કર્યો ન હતો.તેવું સૂત્રો તરફથી જાણવા મળેલ છે.
અહેવાલ - તોફીક શેખ
આ પણ વાંચો -- છોટાઉદેપુર : જિલ્લાના બે કોંગીદિગ્ગજ નેતા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાર્ટીને ઝટકો