Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur: મનીષા રાઠવાએ પોતાના ગામને જીલ્લામાં ઉજળું કર્યું, જીત્યા ચાર ગોલ્ડ મેડલ

Chotaudepur: છોટાઉદેપુરની મનીષા રાઠવાએ છોટાઉદેપુર જીલ્લાનો ડંકો રાજ્યમાં વગાડી વિશ્વ સ્તરે દેશનું નામ રોશન થાય તેવા સંકલ્પ સાથે તિરંદાજી ખેલની તૈયારી કરી રહી છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ અને અંગ્રેજીમાં એક કહેવત...
chotaudepur  મનીષા રાઠવાએ પોતાના ગામને જીલ્લામાં ઉજળું કર્યું  જીત્યા ચાર ગોલ્ડ મેડલ

Chotaudepur: છોટાઉદેપુરની મનીષા રાઠવાએ છોટાઉદેપુર જીલ્લાનો ડંકો રાજ્યમાં વગાડી વિશ્વ સ્તરે દેશનું નામ રોશન થાય તેવા સંકલ્પ સાથે તિરંદાજી ખેલની તૈયારી કરી રહી છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ અને અંગ્રેજીમાં એક કહેવત છે Nothing Impossible In This World. આ બંને કહેવતોને છોટાઉદેપુર તાલુકામાં અને મધ્યપ્રદેશને બોર્ડરને અડીને આવેલ ગુનાટા ગામની મનીષા રાઠવાએ સાર્થક કરી બતાવ્યું છે. મનીષા રાઠવાએ સાબિત કરી બતાવ્યું છે કે, માણસ ધારે તો હિમાલયને પણ સર કરી શકે છે. મનીષા રાઠવા એક બે ત્રણ નહીં પરંતુ ચાર ચાર ગોલ્ડ મેડલ મેળવી છોટાઉદેપુર જિલ્લાનું નામ રાજ્યના ફલક ઉપર અંકીત દીધું છે.

Advertisement

ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા ગુનાટાની રહેવાસી તેમજ નગરની એસ.એફ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી રાઠવા મનિષાબેન મદનભાઈ કે જે ખેલ મહાકુંભ આર્ચરી અંડર 14 ની યોજાયેલ તારીખ 07/06/2024 થી 11/06/2024 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા,પંચમહાલ ખાતે યોજાયેલ તિરંદાજી સ્પર્ધામાં અલગ અલગ તબક્કામાં ચાર ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરેલ છે.

છોટાઉદેપુર જિલ્લાનો ડંકો નેશનલ સ્તરે વગાડ્યો

આ સાથે 67 મી નેશનલ સ્કૂલ ગેમ આર્ચરી અંડર 14 ની તારીખ13/12/2023 થી 14/12/2023 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ, ગુજરાત યોજાઈ હતી. જેમાં પણ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવી છોટાઉદેપુર જિલ્લાનો ડંકો નેશનલ સ્તરે વગાડ્યો હતો. છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર અને અડીને આવેલ ગુનાટા ગામ ની મનીષા રાઠવા ની સિદ્ધિ અને સાહસ એ જિલ્લા તેમજ રાજ્ય અને દેશના અનેક બાળકો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહી છે.

Advertisement

અહેવાલઃ તૌકિફ શેખ, છોટા ઉદેપુર

આ પણ વાંચો: Rajkot: નગરપાલિકા કરતા પણ શાળા સંચાલકો પાસે વધારે સત્તા? સીલ હોવા છતાં શિક્ષણકાર્ય ચાલુ

આ પણ વાંચો: Ahmedabad: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

આ પણ વાંચો: ‘અમારે કોઈ સોગંદનામા જોવા નથી’ Rajkot Game Zone અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

Tags :
Advertisement

.