Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર : વન વિભાગ દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને વાંસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને વાંસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. છોટાઉદેપુર વન વિભાગના નેજા હેઠળ 349 વન મંડળીઓ આવેલી છે. જેઓ દ્રારા વાંસ વાવેતર અને અન્ય યોજના હેઠળ અગાઉ પણ વાવેતર કરવામાં આવેલ હોઈ...
છોટાઉદેપુર   વન વિભાગ દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને વાંસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને વાંસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
છોટાઉદેપુર વન વિભાગના નેજા હેઠળ 349 વન મંડળીઓ આવેલી છે. જેઓ દ્રારા વાંસ વાવેતર અને અન્ય યોજના હેઠળ અગાઉ પણ વાવેતર કરવામાં આવેલ હોઈ અને જંગલની સાચવણી અને જાળવણી કરી જંગલોને સમૃદ્ધ બનાવવામાં વન મંડળીઓનો સિંહ ફાળો રહ્યો છે. જંગલો થકી ઉત્પાદન થતું વન-ગોણ પેદાશ અને ઇમારતી લાકડું તેમજ જલાવ લાકડા પણ મળી રહે છે. વન મંડળીઓ દ્વારા જંગલો સાચવી અને ઉભા કરેલા છે જેમાં શંકા ને કોઈ સ્થાન નથી. ત્યારે વન વિભાગ દ્વારા મફત વાંસ આપી અને વન મંડળીના સભ્યોને આર્થિક વૃદ્ધિનો આંક વધે તેમજ તેઓ ઘર વપરાશ અને રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓ જેવી કે મોહટી સુપડા ટોપલી સાવરણા  ખપેડા અને ટોપલા જેવી બનાવટ બનાવીને ઉપયોગ કરે તેવા શુભ આશય રહેલો છે.

Advertisement

જે અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ગત વર્ષ 2022 અને 23 ના વર્ષમાં મંડળીને 36 મંડળીઓના 1365 સભાસદો ને 2,20,000 વાંસ વિતરણ કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામના જંગલમાં વન વિભાગ દ્વારા એક કાર્યક્રમ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને આયોજિત કરી વિવિધ મહાનુભવોના  હસ્તે  36 વન મંડળીઓના 1540 સભાસદોને 2,46,000 વાંસ વિતરણ કરવામાં આવેલ છે.

Advertisement

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા વન મંડળીઓના સાથ અને સહકારના કારણે વન પર્યાવરણ જાળવણી અને વનો વધારવામાં સફળતા મળી છે. આમ લગભગ બજાર કિંમત મુજબ 1 કરોડ 49 લાખનો સીધો ફાયદો થયો છે. છોટાઉદેપુર તાલુકામાં વસેડી, ભીલપુર, માલુ અછેટા, જલોદા ડોલરીયા, અંત્રોલી, સુરખેડા અંબાલા મોટી સઢલી, મંડલવા ,કેવડી ડુંગરભીત, વચલીભીત, તેનાલિયા તેમજ અન્ય તાલુકાઓ મળી કુલ 76 વન મંડળીઓને વાંસનો લાભ મળેલ છે. આમ વન મંડળીના સભ્યો આર્થિક રીતે જીવન ધોરણ ઉંચુ લાવવા માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે.

અહેવાલ - તોફીક શેખ 

Advertisement

આ પણ વાંચો : Botad થી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Tags :
Advertisement

.