Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal market yard માં આવ્યું ચાઇના લસણ, પ્રતિબંઘ હોવા છતાં પણ કોણે કરી ખેતી?

ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ આવ્યાની ફરિયાદ આખરે પ્રતિબંધિત લસણ કોણે મોકલ્યુ અને કોણે મંગાવ્યું? પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈના લસણનું વાવેતર શા માટે થયું? Gondal market yard: ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત...
gondal market yard માં આવ્યું ચાઇના લસણ  પ્રતિબંઘ હોવા છતાં પણ કોણે કરી ખેતી
  1. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ આવ્યાની ફરિયાદ
  2. આખરે પ્રતિબંધિત લસણ કોણે મોકલ્યુ અને કોણે મંગાવ્યું?
  3. પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈના લસણનું વાવેતર શા માટે થયું?

Gondal market yard: ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનાનાં લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે. ભારતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈના લસણનું વાવેતર શા માટે થઈ રહ્યું છે? વાવેતર કર્યું અને માર્કેટમાં તેને વેચવા માટે પણ લાવ્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Deesa: યુવકે પોતાના પ્રેમના વિરહમાં પોતાની જીવનલીલા સંકેલી, કહ્યું કે...

માર્કેટિંગ યાર્ડમાં આજે બે હજાર કટ્ટાની આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ બે હજાર કટ્ટા લસણની આવક થવા પામી હતી. યાર્ડમાં આવક થયેલ લસણ છાપરા નંબર - 10માં લસણ ઉતારવામાં આવ્યું હતું. તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાઈના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચડતા સૌ પ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી. ત્યારબાદ કર્મચારીઓએ યાર્ડના સતાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

Advertisement

વર્ષ 2006થી ચાઈના લસણ ભારતમાં પ્રતિબંધ છે

યાર્ડના વેપારી રમણિકભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજરોજ યાર્ડ ખાતે લસણની આવક દરમિયાન અંદાજે 30 કટ્ટાની જેમાં આશરે 600 થી 700 કિલો ચાઈના લસણનો જથ્થો આવ્યો હતો. આ ચાઈના લસણ ક્યાંથી આવ્યું છે? કોણે મંગાવ્યું છે? તે એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને રજુઆત કરી છે. સત્તાધીશોને જવાબદાર લોકોની સામે યોગ્ય કરવા વિનંતી કરી છે. યાર્ડના સત્તાધીશો પણ ગુજરાત લેવલે વાત કરશે કારણકે ચાઈના લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અંદાજે વર્ષ 2006થી ભારતની અંદર આ લસણ પ્રતિબંધ છે. આ એક દાણચોરીનો માલ છે જેમની અમને જાણ થતાં યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને વિનંતી કરી છે.

Advertisement

આ પણ વાંચો: kutch: જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરશું - અલ્પેશભાઈ ઢોલરીયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, યાર્ડની અંદર ચાઈનાનું લસણ આવ્યું છે તેવું વેપારીઓનું માનવું છે. અહીંના વેપારીઓને અનુભવ છે અને લસણને હીરા કરતા વધારે લસણને પારખે છે. વેપારીઓએ મને રજુઆત કરી જણાવ્યું હતું કે, કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ભારતની અંદર ચાઈનાનું લસણનો પ્રતિબંધ છે. આ વાત દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજુઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડશે.

પ્રતિબંધ હોવા છતાં પણ શા માટે તેનું વાવેતર કરવામાં આવ્યું?

આ માર્કેટિંગ યાર્ડએ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતોને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી લેવામાં ન આવે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કડક રજુઆત કરશું અમારા વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છ. કારણ કે આ માગણી પોતાના માટે નથી રાજ્યના ખેડૂતો માટેની છે. જવાબદાર સામે કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી વચન આપ્યું છે. આ ચાઈના લસણ વાયા ઉપલેટાથી આવ્યું સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જે કોઈ ગુનેગાર હોય તેમની અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજુઆત કરશું તેવું અંતમાં જણાવ્યું હતું.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: વરસાદ બાદ હવે Chhotaudepur જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, રોજની 400 થી 450 ઓપીડી

Tags :
Advertisement

.