Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વ-સહાય જૂથની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ

Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સખી સંવાદ’ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના સખીમંડળો – સ્વ-સહાય જૂથની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાધ્યો ----------- દેશની માતાઓ-બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનશ્રીના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતે ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે:...
06:43 PM Jul 31, 2024 IST | Kanu Jani

Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સખી સંવાદ’ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના સખીમંડળો – સ્વ-સહાય જૂથની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાધ્યો
-----------
દેશની માતાઓ-બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનશ્રીના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતે ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
---------------------
:: મુખ્યમંત્રીશ્રી ::

• સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુ લોક વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન.
• સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડી માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સરકાર સહયોગ આપવા પ્રયત્નશીલ રહેશે.

• ૨૮ હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને કુલ રૂ. ૩૫૦ કરોડના લાભ-સહાયનું વિતરણ.
-----------
Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે જ.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરતાં આ આહવાન કર્યું હતું.

ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં ૨૮ હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને રૂ. ૩૫૦ કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીશ્રીએ વિતરણ કર્યું હતું.

તેમણે ડાંગ આહવાથી લઈને બનાસકાંઠા-વડુ અને પંચમહાલ થી પોરબંદર સુધીના જિલ્લાઓની ૧૭ જેટલી ગ્રામ્ય સખીમંડળ બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમની સફળતા ગાથા જાણી હતી.

Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે સખીમંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સાથે પ્રોડક્ટ્સ માર્કેટિંગમાં આવતી નાની-મોટી સમસ્યા હલ કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ અર્થતંત્રમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા સાથે વુમન એમ્પાવરમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ ‘ગ્યાન’ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભના વિકાસ પર દેશની વિકાસગતિ તેજ બનાવવા નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.

આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે રૂ. ૩ લાખ કરોડની વિવિધ યોજનાઓ

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે રૂ. ૩ લાખ કરોડની વિવિધ યોજનાઓ આપી છે. બહેનોને આત્મનિર્ભરતાના માર્ગે વાળવા ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલોટ તાલીમ આપીને ‘ડ્રોન દીદી’ તરીકે સશક્ત કરવાનું કામ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં થયું છે તેની ભૂમિકા શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે અને ગુજરાતે આવી ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.

એટલું જ નહીં, રાજ્ય સરકારે નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ (GEM) પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનની ખરીદીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ કરી છે.

તેમણે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં ગ્રામીણ નારીશક્તિ સ્વ-સહાય જૂથોનું યોગદાન મહત્વનું બની રહેશે તેઓ વિશ્વાસ દર્શાવ્યો હતો.

ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારની ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરીને, તેમને કૌશલ્યયુક્ત તાલીમ આપી આજીવિકા પૂરી પાડવી, એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

રાજ્ય સરકારનો  હકારાત્મક પ્રતિભાવ

મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદમાં સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી માંગણી અને લાગણીને રાજ્ય સરકાર હકારાત્મક પ્રતિભાવ આપી તેમને મદદરૂપ થવા હંમેશા તત્પર છે, તેવી ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

Chief Ministerએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની કેડી કંડારી હતી. આજે એ જ કેડીએ આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સ્વ-સહાય જૂથોને માળખાકીય સુવિધા, બેંક ધિરાણ અને સહાય ઉપલબ્ધ કરાવી, ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડી રહી છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આશરે ૩૧ લાખ મહિલાઓને આવરી લેતા ૩ લાખ જેટલા સ્વ-સહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ૨૮ જિલ્લામાં ગ્રામિણ તાલીમ સ્વરોજગાર સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રોમાં ત્યાર સુધી આશરે ૩.૧૩ લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

રૂ.૩૫૦ કરોડની સહાયનું વિતરણ

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૨૮,૦૦૦થી વધુ સ્વ-સહાય જૂથોની આશરે ૨.૮૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૩૫૦ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વ-સહાય જૂથની ૫૦૦ મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા માટે પીડીલાઈટ કંપની સાથે રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ MoU સાઈન કર્યા હતા.

નવીન નિર્મળ ગુજરાત ૨.૦ એવોર્ડ પોર્ટલનું લોન્ચિંગ

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સ્વ-સહાય જૂથની મહિલાઓ 'સરસ' મેળામાં ભાગ લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેના નવીન પોર્ટલ તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે એવોર્ડમાં ભાગ લેવા માટેના નવીન નિર્મળ ગુજરાત ૨.૦ એવોર્ડ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.

આ કાર્યક્રમ પૂર્વે મહાત્મા મંદિર ખાતે Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ૩૩ જિલ્લાના ૩૩ સ્ટોલની મુલાકાત લઈ તેની તલસ્પર્શી માહિતી મેળવી ઉત્પાદન વિશે બહેનો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમના અંતે ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રી મનીષા ચંદ્રા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયંતીભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓની સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.

આ પણ વાંચો- Gujarat Government-MSME ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ

Next Article