Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ

CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે: CM PMના કુશળ નેતૃત્વ તથા વિઝનનો લાભ ગુજરાતને મળતો રહ્યો છે: CM PM Narendra Modi birthday: આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ
  1. CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
  2. મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે: CM
  3. PMના કુશળ નેતૃત્વ તથા વિઝનનો લાભ ગુજરાતને મળતો રહ્યો છે: CM

PM Narendra Modi birthday: આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ કર્યું છે. જ્યારે આજે તેમનો જન્મદિવસ છે એટલે અનેક જગ્યાએ તેની ઉજવણીઓ પણ થઈ રહીં છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

આ પણ વાંચો: 3 વાર PM અને 4 વાર CM, સંઘર્ષથી ભરેલું PM MODI નું જીવન..

Advertisement

ગુજરાત તો મોદી સાહેબની જન્મભૂમિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો અભૂતપૂર્વ સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત તો મોદી સાહેબની જન્મભૂમિ છે અને તેમના કુશળ નેતૃત્વ તથા વિઝનનો અત્યાધિક લાભ ગુજરાતને પહેલેથી મળતો રહ્યો છે. ગુજરાતના પ્રજાજનોના હ્દયમાં મોદી સાહેબ પ્રત્યે અપાર ચાહના અને સ્નેહભાવ છે, ત્યારે આદરણીય મોદીજીને ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે તેમજ તેમના નેતૃત્વમાં ભારત વિશ્વના વિકસિત દેશોની હરોળમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભકામના વ્યક્ત કરી.’

Advertisement

આ પણ વાંચો: તારક મહેતાના સુંદરે જય જલીયાણ સેવા કેમ્પમાં હાજરી આપી, પદયાત્રીકોને પીરસ્યું નિર્દોષ મનોરંજન

નરેન્દ્ર મોદી 4 વખત મુખ્યમંત્રી અને ત્રીજીવાર બન્યા વડાપ્રધાન

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. એટલું જ નહીં પરંતુ સતત ચાર વખત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સત્તામાં રહ્યાં છે. આ દરમિયાન તેમણે ગુજરાતને વિકાસશીલથી વિકસિત બનાવ્યું છે. અત્યારે ભારતના વિકસિત રાજ્યોમાં ગુજરાતની ગણના પહેલી હરોળમાં થાય છે. નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે. જે દિશામાં અત્યારે ગુજરાત વાયુવેગે પ્રગતિ કરી રહ્યું છે.

આ પણ વાંચો: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

Tags :
Advertisement

.