ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur: આખરે તંત્ર જાગ્યું ખરું! બાળકોને માર મારનાર છાત્રાલયના ગૃહપતિની હકાલપટ્ટી

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગજાનન છાત્રાલયના ગૃહપતિને હટાવાયા ગૃહપતિ બાળકોને માર મારતો હોય તેવા આક્ષેપો થયા હતા ગુજરાત ફર્સ્ટની મુલાકાત બાદ થઈ હતી તટસ્થ તપાસ Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં આવેલી એક છાત્રાલયના બાળકોને ગૃહપતિ માર મારતા હોવાનું સામે આવ્યું હતું....
07:18 PM Sep 13, 2024 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur
  1. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગજાનન છાત્રાલયના ગૃહપતિને હટાવાયા
  2. ગૃહપતિ બાળકોને માર મારતો હોય તેવા આક્ષેપો થયા હતા
  3. ગુજરાત ફર્સ્ટની મુલાકાત બાદ થઈ હતી તટસ્થ તપાસ

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં આવેલી એક છાત્રાલયના બાળકોને ગૃહપતિ માર મારતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની તપાસ કરવા માટે ગુજરાત ફર્સ્ટ છત્રાલયની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. નોંધનીય છે કે, મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં ગજાનન છાત્રાલયના ગૃહપતિને હટાવાયા હોવાનું સામે આવ્યું છે. બે ત્રણ દિવસ પહેલા છોટાઉદેપુરના તેજગઢ ખાતેની ગજાનન છાત્રાલયના બાળકોને ગૃહપતિ દ્વારા માર મારતાં હોવાના આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો હતો.

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

તપાસને અંતે આજે ગૃહપતિને છૂટા કરાયા

ઘટનાની જાણ થતા ગુજરાત ફર્સ્ટની ટીમ બાળકોની વ્હારે પહોંચી હતી. સમગ્ર મામલે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. બાળકોની વેદના જાણી સંબંધિતો સાથે પણ વાત કરી હતી. ગુજરાત ફર્સ્ટની મુલાકાતમાં મદદનીશ વિકાસ કમિશનરે તટસ્થ તપાસનો હુંકાર ભર્યો હતો. જયારે તપાસને અંતે આજે ગૃહપતિને હટાવાયા છે, તેવું સામે આવ્યું છે. વિગતો એવી સામે આવી છે કે, નવા ગૃહપતિની નિમણૂક કરાઈ છે.

આ પણ વાંચો: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

ગૃહપતિ મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યાં

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે ત્રણ દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેની પુષ્ટિ કરવા માટે છાત્રાલયના બાળકોની મુલાકાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યાં હતાં. ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી. આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો.

કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ સમગ્ર ઘટનાને નકારી

આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા સંબંધિત અધિકારી આદીજાતિ વિકાસ મદદનીશ કમિશનરનો સીધો સંપર્ક કરાયો હતો. ત્યારે તેઓ દ્વારા તટસ્થ તપાસ કરવાનો હુંકાર પણ ભર્યો હતો. ત્યારે આજે તપાસને અંતે સદર ગૃહપતિને હટાવાયા તેમજ નવા ગૃહપતિની નિમણૂક કરયા અંગેનું એક અખબારી યાદી મદદનીશ કમિશનર આર. બી . બારડ દ્વારા જણાવ્યુ હતું. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલની અત્યારે ધારદાર અસર જોવા મળી છે.

અહેવાલઃ તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: ડેન્ગ્યૂના કેસો વધ્યા, SSG હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો

Tags :
ChhotaUdepurChhotaudepur NewsGujaratGujarati NewsGujarati SamacharLatest Chhotaudepur NewsLatest Gujarati SamacharVimal Prajapati
Next Article