વરસાદ બાદ હવે Chhotaudepur જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, રોજની 400 થી 450 ઓપીડી
- છોટાઉદેપુરમાં અત્યારે માંદગીના કેસો વધ્યી રહ્યાં છે
- હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા અને દર્દીઓની સંખ્યા 133
- હોસ્પિટલમાં રોજની 400 થી 450 ની ઓ.પી.ડી રહે છે
Chhotaudepur: છોટાઉદેપુર પંથકમાં ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા હોઈ તેમ દવાખાના દર્દીઓથી ઉભરાયા છે, તો બીજી તરફ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ઓવર ફ્લો થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલ જનજીવન બાદ હાલ પ્રજાના માથે આરોગ્યનો જોખમ મંડાઈ રહ્યો હોઈ તેમ સારા વરસાદથી જિલ્લાના નદીનાાળા તો છલકાયા છે. આ સાથે સાથે જિલ્લામાં માંદગીનો વાવર ફેલાયો છે. આવું એટલા માટે કહેવું પડે છે કે 100 બેડની વ્યવસ્થા ધરાવતી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 133 જેટલા દર્દીઓ દાખલ કરાયા છે.
આ પણ વાંચો: Rajkot: ઉપલેટામાં વરસાદથી ખેડૂતોને નુકસાન, સર્વે કરી વળતર ચુકવવા ખેડૂતોની માંગ
રોજની આવે છે 400 થી 450 ઓપીડી
હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રોજની 400 થી 450 ની ઓ.પી.ડી રહે છે. જેમાંથી 90 થી 100 વાયરલ ઇન્ફેક્શન તો 40 થી 50 ડાયરિયાના તેમજ ડાયરિયા અને વોમિટિંગ એક સાથે હોય તેવા 20 થી 25 કેસો રોજના નોંધાઈ રહ્યા છે. બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળેલા આંકડા પ્રમાણે જિલ્લામાં સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ ઝાળા 274, શરદી ખાસી 1033, તાવ 566 કેસો સામે આવ્યા હતા. ઓગસ્ટ માસમાં નોંધાય આંકડા પર એક નજર કરીએ તો...
ઑગષ્ટ 2024 માં આવેલી દર્દીઓનઆ આંકડા | |
બીમારી | કેસ |
ઝાડા | 1066 |
ઝાડા-ઉલ્ટી | 15 |
શરદી-ખાસી | 4590 |
તાવ | 2615 |
ડેન્ગ્યુ | 2 |
ટાઇફોડ | 76 |
આ પણ વાંચો: Valsad: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી
આંકડો ખૂબ મોટો થાય તેવી પણ સંભાવનાઓ
આતો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા સરકારી દવાખાનાની વાત છે. ત્યારે ખાનગી દવાખાના આંકડા પણ મેળવીએ તો તેનો આંકડો ખૂબ મોટો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 100 બેડ ની વ્યવસ્થા છે, પરંતુ 133 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડતા હોસ્પિટલ સત્તાધીશો એ તેની વ્યવસ્થા કરી સારવાર શરૂ કરવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીએ એ છે કે, જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જે સર્વે અને આરોગ્ય લક્ષી કામો કરવાની વાતો કરવામાં આવે છે. તેનો હાલ તો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓનો આંકડો જ જીલ્લા આરોગ્ય વિભાગની સમગ્ર કામગીરીની ચાડી ખાઈ રહ્યા છે. તો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સાથે સાથે જાગો. ઉભા થાવ અને વાસ્તવિક કામગીરીને અંજામ આપો તેવી અપીલ પણ કરી રહ્યા છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ