ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur: પ્રકૃતિની ગોદમાં ખીલ્યો ધારસીમેલ ધોધ, દૂરથી દૂરથી આવે છે સેહલાણીઓ

70 ફૂટ જેટલા ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે સારા વરસાદથી ડુંગરના નાના નાના ઝરણાઓ ખીલી ઉઠ્યા સોળે કળાએ ખીલેલી પ્રકૃતિને માણવા ઉમટ્યા સહેલાણીઓ Chhotaudepur: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના ઝરણાઓ સોળેકળાએ ખીલી...
10:00 PM Aug 11, 2024 IST | VIMAL PRAJAPATI
Dharsimel Waterfall, Chhotaudepur
  1. 70 ફૂટ જેટલા ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે
  2. સારા વરસાદથી ડુંગરના નાના નાના ઝરણાઓ ખીલી ઉઠ્યા
  3. સોળે કળાએ ખીલેલી પ્રકૃતિને માણવા ઉમટ્યા સહેલાણીઓ

Chhotaudepur: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના ઝરણાઓ સોળેકળાએ ખીલી ઉઠ્યા છે. ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગ્યા છે. આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ધોધ જોવાનો આનંદ જ કઈક અલગ છે. પહાડોની વચ્ચે આવેલ આ અતિરમણિય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે.

આ પણ વાંચો: CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

ધારસિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બન્યો

પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણાં વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે. આ ઝરણામાંથી પહાડ પરથી અંદાજે 70 ફૂટના ઉંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે. આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિરમણીય છે. નર્મદા કાંઠે આવેલ આ ધારસિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે. થોડા સમય પહેલાં આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ તેનો લહાવો લેવા આવતા ના હતા. આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે. તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર એક પ્રવાસન સ્થળ તરીકે ખીલી ઉઠ્યો છે.

આ પણ વાંચો: Bharuch: સોશિયલ મીડિયાથી થઈ જાઓ સાવધાન! બે લોકોએ 1 કરોડ 75 લાખ ગુમાવ્યા

અહીં પહોચવા 1 કિમી જેટલું અંતર ચાલતા જવું પડશે

આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ ધોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે. આ ધોધ પર આવવા જવા માટે કાચો રસ્તો છે. ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડે છે. 1 કિમી જેટલું અંતર ચાલતા જવું પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે. જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને આ ધોધને ડેવલોપ કરવામાં આવે તો આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલોપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે...

Tags :
ChhotaUdepurChhotaudepur NewsDharsimel WaterfallGujaratGujarat Rains UpdateGujarati NewsVimal PrajapatiWaterFall
Next Article