ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur: જાહેર શૌચાલયોમાં લટક્યા ખંભાતી તાળા, પાણીની પરબની હાલત બદથી બત્તર

Chhotaudepur: લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ દરેક નગરપાલિકા, મહાનગરપાલિકાઓને સરકાર દ્વારા ફાળવવામાં આવતો હોય છે. ત્યારે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સાફ-સફાઈ, પાણી, વીજળી, બાગ બગીચા અને રોડ રસ્તા જેવી તમામ જરૂરિયાતો પૂરી પાડવી નગર પાલિકાની જવાબદારી છે. લોકોને...
10:09 PM Jul 08, 2024 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur News

Chhotaudepur: લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ દરેક નગરપાલિકા, મહાનગરપાલિકાઓને સરકાર દ્વારા ફાળવવામાં આવતો હોય છે. ત્યારે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સાફ-સફાઈ, પાણી, વીજળી, બાગ બગીચા અને રોડ રસ્તા જેવી તમામ જરૂરિયાતો પૂરી પાડવી નગર પાલિકાની જવાબદારી છે. લોકોને પડતી તકલીફોને દૂર કરવી તેમજ સતત અપાતી સેવાઓનું મોનિટરિંગ, સાર સંભાળ દેખરેખ અને નીગરાણી કરવાની સીધી જવાબદારી પાલીકા તંત્રની બને છે. તેવામાં હાલ છોટાઉદેપુર (Chhotaudepur) નગરમાં આવેલી પાણીની પરબો ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે. તો નગરમાં આવેલા અનેક જાહેર શૌચાલય ઉપર ખંભાતી તાળા લટકી રહ્યા છે.

સરકારી મિલકત માત્ર શોભાના ગાંઠીયા સમાન

નોંધનીય છે કે, હાલ તો અહીં Chhotaudepur માં લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે ઊભી કરાયેલી મિલકત માત્ર શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહી છે. જ્યાં કાર્યરત સૌચાલય છે ત્યાં ગંદકીનું ખદબદતું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ બિન ઉપયોગી થઈ પડેલા જાહેર શૌચાલયના કારણે કુદરતી હાજત માટે પ્રજાને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ખસ્તા હાલતમાં થઈ પડેલી પાણીની પરબોને કારણે લોકો પીવાના પાણી જેવી અત્યંત જરૂરી સુવિદ્યા માટે પણ હાલાકી ભોગવી રહ્યા છે.

સમસ્યાનું નિવારણ આવે તેવી લોકોની ઇચ્છા

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરી લોકોને સુખ સુવિધા આપવાનો મૂળ હેતુ બિન ઉપયોગી શૌચાલયના કારણે હાલ તો નાશ થતો જોવા મળી રહ્યો છે. તેવામાં તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરું પાડવાનું બીડું ઉઠાવવામાં આવે તેમ નગરજનો ઇચ્છી રહ્યા છે. પરંતુ અહીં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.  નોંધનીય છે કે, અત્યારે લોકો આશા સેવીને બેઠા છે તે અહીં તેમને જે સવલતો મળી છે તેમાં સુધારો કરવામાં આવશે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

આ પણ વાંચો: Bharuch માં આત્મહત્યાના બે બનાવ! એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

આ પણ વાંચો: Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

Tags :
ChhotaUdepurChhotaudepur CityChhotaudepur NewsGujarati Newslatest newsVimal Prajapati
Next Article