Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે જનરલ હોસ્પિટલ ખાતેથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી 

અહેવાલ - તોફિક શેખ  આજે વિશ્વ એઇડ્સ દિવસ છે, આ રોગચાળાને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનો ઉદ્દેશ એચઆઈવીની ઘાતક સ્થિતિની સાથે જીવી રહેલા...
chhota udepur   વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે જનરલ હોસ્પિટલ ખાતેથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી 
અહેવાલ - તોફિક શેખ
 આજે વિશ્વ એઇડ્સ દિવસ છે, આ રોગચાળાને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનો ઉદ્દેશ એચઆઈવીની ઘાતક સ્થિતિની સાથે જીવી રહેલા લોકોનું મનોબળ વધાવવાનો છે.
Image preview
પ્રથમ વિશ્વ એઇડ્સ દિવસ 1988 માં ઉજવવામાં આવ્યો હતો. એચઆઈવી  જે વિશ્વભરમાં કરોડો લોકોને અસર પહોંચાડી રહ્યું છે. આનો વાયરસ રોગપ્રતિકારક શક્તિ ઉપર અસર કરે છે. અને અન્ય રોગો સામે રક્ષણ મેળવવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. જેનાથી દર્દીને જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે આજે એચઆઇવીની સારવારની પદ્ધતિમાં વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે  વિશ્વ એઇડ્સ દિવસ લોકો ને જાગૃત કરવા માટે મહત્વપૂર્ણ છે.
Image preview
આજે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતેથી જિલ્લા ક્ષય વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ નર્સિંગ કોલેજ વિકલ્પ સ્ત્રી સંગઠન જેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ ખાતેથી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.સીબી ચોબીશાએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલીમા  એઇડ્સ કેવી રીતે ફેલાય છે, એઈડ્સ થી બચવા કેવા કેવા ઉપાયો કરવા, એઈડ્સ સામે કેવી રીતે લડી શકાય, એચઆઇવી સાથે જીવતા લોકોને સમર્થન કેવી રીતે કરી શકાય, તે અંગેના વિવિધ બેનર પોસ્ટરો સાથે જિલ્લા ક્ષય વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ નર્સિંગ કોલેજ વિકલ્પ સ્ત્રી સંગઠનના કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા.
Image preview
આ રેલી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતેથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને એઈડ્સ અંગે જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.સી.બી. ચોબીસા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.સમીર પરીખ જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા જિલ્લા ટીબી એચઆઇવી કોઓર્ડીનેટર વાલસીંગભાઇ રાઠવા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી જિલ્લાના સંજયભાઈ રાઠવા અનિલભાઈ સુતરીયા સહિત આઈ.સી.ટી.સી. કાઉન્સીલરો એઆરટી સેન્ટરના કર્મચારીઓ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ સ્ત્રી સંગઠન, એ.પી. પ્લસ, મોડ ઇન્ડિયા એનજીઓના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.