Chhota Udepur : લીલાછમ જંગલોને દવથી સુરક્ષિત રાખવા વન વિભાગ 24 કલાક ખડેપગે
- Chhota Udepur માં જંગલોની રક્ષા માટે વન વિભાગ ખડેપગે
- જંગલોમાં દવની ઘટનાને પગલે રાત્રિનાં સમયે પણ વિભાગનાં કર્મીઓનું પેટ્રોલિંગ
- હાર્થમાં ટોર્ચ લઈ રાત્રિનાં સમયે પણ ગાઢ જગલોમાં વન વિભાગનાં કર્મીઓનું પેટ્રોલિંગ
છોટાઉદેપુર જિલ્લો (Chhota Udepur) એ કુદરતી સંપદા વારસામાં ધરાવતો જિલ્લો છે. જ્યાં નદીનાં ખલખલ કરતાં પાણીનાં વહેણો તેમ જ નયનરમ્ય વિશાળ લીલાછમ જંગલોની ભેટ અહીંની પ્રજાને કુદરતે સોગાત સ્વરૂપે આપી છે, ત્યારે તેની કરવામાં આવતી સાચવણી અને જાળવણીનાં કારણે આજે પણ તે સલામત અવસ્થામાં જોવા મળી રહી છે, જેને માણવા માટે દેશ તેમ જ પરદેશથી સહેલાણીઓ આવતા હોવાનો ઇતિહાસ તેમ જ વર્તમાન સાક્ષી પૂરે છે. હોળી બાદ ગ્રામીણ વિસ્તારોમાં ડુંગરો નવડાવવાની પ્રથાનાં તેમ જ મહુડા ડોળીની સિઝન માટે કરાતી સાફ-સફાઈનાં કારણે જંગલોમાં દવ લાગવાની ઘટનાઓ અવારનવાર બનવા પામે છે. તેવામાં જિલ્લામાં દવથી જંગલોને સુરક્ષિત રાખવા માટે વન વિભાગની ટીમો (Chhota Udepur Forest Department) રાત્રિનાં ઊજાગરા કરી પેટ્રોલિંગ કરી રહી છે.
આ પણ વાંચો - Sabarkantha : બાઇક સવાર બે શખ્સ રૂ.15 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર
ગાઢ જંગલને દવથી સુરક્ષિત રાખવા વન વિભાગની ટીમોનું 24 કલાક પેટ્રોલિંગ
છોટાઉદેપુર જિલ્લાને કુદરતી સંપત્તિનાં ખજાના તરીકે વારસામાં મળી આવેલ ગાઢ જંગલને દવથી સુરક્ષિત કરવા માટે હાલ વન વિભાગની ટીમો 24 કલાક જંગલોમાં પેટ્રોલિંગ કરી જંગલોને સુરક્ષિત રાખવાની સરાહનીય કામગીરી કરી રહી છે. ત્યારે, મહત્ત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિનાં સમયે દવ લાગવાની ઘટનાઓની ઇતિહાસ સાક્ષી પુરે છે. આથી, વન વિભાગની ટીમો હાથમાં ટોર્ચ લઈને રાત્રિમાં જંગલોમાં પહેરા ભરી પોતાની ફરજ બજાવી રહી છે.
આ પણ વાંચો - Banaskantha : પાલનપુરમાં પોલીટેકનિક કોલેજ પાસે ફાયરિંગ, પોલીસ કાફલો ઘટના સ્થળે
રાત્રિનાં સમયે પણ જંગલો ખૂંદી પહેરા ભરી પોતાની ફરજ બજાવતા વનકર્મીઓ
છોટાઉદેપુર વન વિભાગ (Chhota Udepur Forest Department) દ્વારા આ વિશાળ જંગલ પટનાં રક્ષણ તેમ જ જાળવણીની જવાબદારીને વધુ અસરકારક બનાવવા માટે રાત્રિમાં અલગ-અલગ ટીમો બનાવી નાઈટ પેટ્રોલિંગ વધારી અને જંગલોમાં બનતી દવની ઘટના પર અંકુશ મેળવવા પ્રયાસો હાથ ભરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કર્મશીલ વન વિભાગની ટીમો રાત્રિ દરમિયાન જંગલો ખૂંદી અને પહેરા ભરી પોતાની ફરજને પ્રમાણિકતાથી અંજામ આપી રહ્યા છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Surat : વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આરોપીનું મોત થતાં અનેક સવાલ!