Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CHHOTA UDEPUR : જિલ્લો બન્યાને નવ વર્ષ જેટલો સમય વીત્યા હોવા છતાં હજી પણ છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ તેની દર્દ ભરી દાસ્તાન સંભળાવી રહ્યુ છે

અહેવાલ - તોફીક શેખ  છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે આવેલા જનરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો વર્ષ ૨૦૧૪ ઓક્ટોબરમાં આપી દેવાયો છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે અધતન ટેકનોલોજીની તમામ મશીનરી હયાત છે. પરંતુ મેન પાવરની અછતના...
06:01 PM Dec 05, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - તોફીક શેખ 
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે આવેલા જનરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો વર્ષ ૨૦૧૪ ઓક્ટોબરમાં આપી દેવાયો છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે અધતન ટેકનોલોજીની તમામ મશીનરી હયાત છે. પરંતુ મેન પાવરની અછતના કારણે હાલ તે ધૂળ ખાઈ રહી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તજજ્ઞ તબીબો હોવા જોઈએ તેની પણ દેખીતી અછત વર્તાઈ રહી હોવાનું પ્રજામાં ચર્ચાએ રહ્યું છે.
છોટાઉદેપુર એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ ૨૦૧૩માં  છોટાઉદેપુર એ વડોદરા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવતો હોય લોકોને વડોદરા દૂર પડતું હોય અને ક્યાંકને ક્યાંક આ વિસ્તારનો જોઈએ તેટલો વિકાસ થતો ન હોય જેને લઇ રાજ્ય સરકાર દ્વારા એક ભેટ સોગાત રૂપે જિલ્લા વાસીઓને અલગ જિલ્લા તરીકેનો દરજજો આપવામાં આવ્યું હતુ.
અને ટૂંકા જ સમયમાં કરોડો રૂપિયાના ફાળવી દઈ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા તાકીદે સૂચના આપાતા તાબડતોડ તમામ કાર્યને સફળ અંજામ પણ અપાયું હતું. અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો ઉભા કરી અધિકારીઓની ફોજ પણ ઉતારી દેવામાં આવી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક સુદ્રઢ અને પ્રજાની આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતોના કામોને પ્રાધાન્ય અપાતા આયોજનોના દેખીતા અભાવને લઈ આજે પણ છોટાઉદેપુર જિલ્લાનો સો ટકા વિકાસ થઈ શક્યો નથી.
જિલ્લાના અસ્તિત્વ બાદ જિલ્લામાં ક્રાઈમ રેટ પણ ઘટ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લાનો ભૌતિક વિકાસ પણ હરણફાળ ગતિએ થયો છે જેમાં પણ ના નથી. લોકોની સુખાકારીની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ કેટલા અંશે સફળ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પરંતુ છોટાઉદેપુર કે જે વડોદરા જિલ્લાનો એક ભાગ હતો, અને જે તે વખતે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની સ્થિતિ હતી જેમાં આજે પણ કોઈ નોંધનીય સુધારો જોવા મળી રહ્યો નથી.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલને 18 કરોડ જેટલા માતબર ખર્ચે તેની કાયાપલટ પણ કરવામાં આવી છે. અને હજી ૨૧૨ ની નવી બિલ્ડીંગ પણ ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ હાલની સ્થિતિએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં બાળ ચિકિત્સક, ઓથોપેડિક સર્જન, ફિઝિશિયન, મનોચિકિત્સક ઈએનટી સર્જન, જનરલ સર્જન, પેથોલોજીસ્ટ આસિસ્ટન્ટ નર્સ, હેડ નર્સ જેવા અગત્યની જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને જેને લઇ પ્રજાને સિવિલ હોસ્પિટલની સેવાનો લાભ મળી રહ્યો નથી તે પણ એક સત્ય હકીકત છે.
આ પણ વાંચો -- AMRELI : વીજપડી PHC સેન્ટરમાંથી CHC સેન્ટર માટે 1 કરોડ 5 લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઇ કસવાળા
Tags :
Chhota UdepurCivil HospitalGeneral HospitalHEADQUARTERSissues
Next Article