Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : નકલી કચેરી કૌભાંડ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા અંગે માંગ કરાઇ

અહેવાલ - તોફીક શેખ  છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા અને આદિવાસી સમાજના આગેવાન એવા પ્રો. અર્જુન રાઠવાએ રાજ્ય તકેદારી આયોગ, ગાંધીનગરને નકલી કચેરી કૌભાંડ મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવા પત્ર લખ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઊભી કરી...
chhota udepur   નકલી કચેરી કૌભાંડ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા અંગે માંગ કરાઇ
અહેવાલ - તોફીક શેખ 
છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા અને આદિવાસી સમાજના આગેવાન એવા પ્રો. અર્જુન રાઠવાએ રાજ્ય તકેદારી આયોગ, ગાંધીનગરને નકલી કચેરી કૌભાંડ મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવા પત્ર લખ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઊભી કરી આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદારની કચેરી માંથી ૪.૧૫ કરોડનો સેરવી લેવાનો કૌભાંડ આચારવામાં આવ્યો. કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓની સંડોવણી બહાર આવી, છોટાઉદેપુર બાદ દાહોદમાં પણ છ નકલી કચેરી દ્વારા ૧૮.૭૦ કરોડ જેટલાનું કૌભાંડ સામે આવ્યું. જ્યાં નિવૃત સનદી અધિકારીની મિલીભગતનો ખુલાસો થયો હતો . હાલ છોટાઉદેપુર અને દાહોદમાં પોલીસ તપાસ કરી રહી છે. તેવામાં કોંગ્રેસના નેતા પ્રો. અર્જુન રાઠવાએ તકેદારી આયોગને પત્ર લખી વિવિધ માંગણી કરી છે.
પત્રમાં લખ્યું છે કે; તાજેતરમાં છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીઓ ઉભી કરીને કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાનું બહાર આવેલ છે. સરકાર  માટે આ શરમજનક બાબત છે.  મીડિયા મારફતે જાણવા મળેલ હકીકતના આધારે  કેટલીક બાબતે અમો આપ સમક્ષ રજૂ કરીએ છીએ.
દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પાંચ વર્ષ ઉપરાંતના સમયથી નકલી એટલે કે બનાવટી સરકારી કચેરીઓ ઊભી કરીને દાહોદ જિલ્લામાં ૨૦ કરોડ ઉપરાંત અને છોટાઉદેપુર જિલ્લામાં ચાર કરોડ ઉપરાંતનું કૌભાંડ આચરવામાં આવેલ છે. તેવું પ્રાથમિક રીતે બહાર આવેલ છે.  પરંતુ ખરેખર આ કચેરીઓ કેટલા સમયથી કાર્યરત હતી અને અત્યાર સુધીમાં કેટલું કૌભાંડ આચરવામાં આવેલ છે તેની સ્વતંત્ર એજન્સી મારફતે તપાસ કરાવવા માંગ કરી છે.
 આદિજાતિ વિસ્તારમાં વિકાસની યોજનાની ગ્રાન્ટ ફાળવતા પહેલા આવી કચેરીઓ અને કામોને લગતી વિગતવાર ચર્ચા જિલ્લા કક્ષાની સમિતિમાં કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જિલ્લાની સમિતિના અધ્યક્ષ સરકારના મંત્રી  હોય છે, અને ઉપાધ્યક્ષ કલેક્ટર  હોય છે.  આટલા બધા તબક્કા અને ઉચ્ચ કક્ષાના પદાધિકારી અને જિલ્લાના સર્વોચ્ચ અધિકારીની નિગરાની  હોવા છતાં આવી નકલી કચેરીઓને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે છે તે ખૂબ જ ગંભીર બાબત છે.
છોટાઉદેપુર જિલ્લામાં એક અને દાહોદ જિલ્લામાં છ નકલી કચેરીઓ કાર્યરત હતી તેવું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. પરંતુ ખરેખર કેટલી નકલી કચેરીઓ કાર્યરત હતી તેની તપાસ થવી જરૂરી છે.
આદિજાતિ વિભાગની કચેરીઓએ અન્ય કોઈ જિલ્લાઓમાં ગ્રાન્ટ ફાળવી છે કે કેમ અને જો ફાળવી હોય તો તે કચેરીઓ સરકારી છે કે કેમ અને અન્ય જિલ્લામાં ગ્રાન્ટ ફાળવવાનાં કોઈ ખાસ કારણ છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે.
સામાન્ય રીતે ગ્રાન્ટ ફાળવણી કરનાર અધિકારી અથવા તેમના તાંબાના અધિકારીઓએ ફાળવેલ ગ્રાન્ટ મુજબ કામો થાય છે કે કેમ તેની પણ ચકાસણી કરવાની હોય છે.  નકલી કચેરીઓને ગ્રાન્ટ ફાળવણી કર્યા પછી આવી કેટલી ચકાસણી કરવામાં આવી છે તે બાબતે પણ તપાસ કરવાની થાય છે.
વિકાસના નામે ગ્રાન્ટ ફાળવવા માટે કેટલીક વાર રાજકીય નેતાઓની ભલામણથી કામો મંજૂર કરવામાં આવતા હોય છે. નકલી કચેરીઓને ફાળવેલ ગ્રાન્ટ માટે જે નેતાઓ અથવા આગેવાનોની ભલામણ હોય તેમની ભૂમિકાની પણ તપાસ કરવાની થાય છે.
નકલી કચેરીએ મેળવેલી ગ્રાન્ટોનો કેવી રીતે ઉપયોગ કર્યો અને આવી રકમ કોને કોને ચુકવી તે પણ ઝીણવટથી તપાસ કરવા માંગ કરી છે. આદિવાસી વિસ્તારના વિકાસના કામો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાને બદલે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ગંભીર ગુન્હાહિત કૃત્ય કરનાર તમામ જવાબદારો સામે તપાસ કરીને આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા  રજૂઆત કરી છે. એક જ સ્થળ અને એક જ કામ માટે અલગ અલગ વર્ષોમાં એક કરતાં વધુ વખત ગ્રાન્ટ ફાળવી હોય તેવા કિસ્સામાં ધ્યાને આવેલ છે કે કેમ. આવા કિસ્સા શોધવાની સરકારી અધિકારીઓએ કોઈ પ્રયાસ કરેલ છે કે કેમ તેની પણ તપાસ થવી જરૂરી છે.
આ કૌભાંડ રાજ્ય વ્યાપી જણાય છે અને આયોજન પૂર્વક આચરેલું હોય તેમ જણાય છે. આ કૌભાંડમાં મોટી હસ્તીઓ સંકળાયેલ હોય તો જ આવા મોટા કૌભાંડ થઈ શકે.  આદિવાસી વિકાસની ગ્રાન્ટ મેળવતા અન્ય જિલ્લાઓમાં પણ આવા કૌભાંડની શક્યતા નકારી શકાય તેમ નથી.  જેથી અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવા માંગ કરી છે.
સરકારની કોઈપણ નવી કચેરી શરૂ કરવાની થાય તો સરકારના સંબંધિત વહીવટી વિભાગનો ઠરાવ બહાર પાડીને નવી કચેરી શરૂ કરવાની હોય છે.  જેની જાણ જિલ્લાની સંબંધિત કચેરીઓને કરવામાં આવતી હોય છે. સરકારી ગ્રાન્ટ ફાળવણી કરનાર કચેરીઓએ નકલી કચેરીઓના સંદર્ભમાં આવી કોઈ ચકાસણી કરી હતી કે કેમ તે ગંભીર તપાસનો વિષય છે.
સરકારની કોઈપણ નવી કચેરી શરૂ કરવાની થાય તો સરકારના નાણા વિભાગના ઠરાવથી નવી કચેરીને નાણાકીય વ્યવહાર માટે અધિકાર મળતા હોય છે. આવી નકલી કચેરીઓ માટે આ બાબતની કોઈ ચકાસણી જવાબદાર સરકારી તિજોરી કચેરીએ અને ગ્રાન્ટ ફાળવણી કરનાર કચેરીઓ એ કરી હતી કે કેમ તેની તપાસ કરવાની થાય છે. આ તમામ બાબતો અંગે ઝીણવટ પુર્વક તપાસ કરી યોગ્ય હોય તે કાયદાકીય કાર્યવાહી કરવા કમિશ્નર તકેદારી આયોગ ને અરજી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.