ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chhota Udepur : નપામાં BJP નું બોર્ડ બનશે! બે અપક્ષ ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કર્યો

નગરસેવકો દ્વારા ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાલિકામાં ભગવો લેહરાશે તે વાત પર મોહર લાગી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
11:20 PM Feb 27, 2025 IST | Vipul Sen
નગરસેવકો દ્વારા ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાલિકામાં ભગવો લેહરાશે તે વાત પર મોહર લાગી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
featuredImage featuredImage
CU_gujarat_first
  1. Chhota Udepur માં ભાજપનું બોર્ડ બનશે તેવા મજબૂત એંધાણ
  2. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાનો હુંકાર પાલિકામાં ભાજપનું જ બોર્ડ બનશે
  3. વોર્ડ નંબર એકનાં બે અપક્ષ ઉમેદવારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  4. નગરપાલિકામાં ભાજપાનું સંખ્યાબળ 8 થી વધીને 10 ઉપર પહોંચ્યું

છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ 8 થી વધીને 10 ઉપર પહોંચ્યું છે. આથી હવે, ભાજપા માટે બોર્ડ બનાવવાની સુવર્ણ તક ઊભી થઈ છે. નગરપાલિકા વોર્ડ નંબર 1 નાં બે અપક્ષ ઉમેદવાર ચૂંટાઈને વિજેતા થયા હતા. આ નગરસેવકો દ્વારા આજે ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાલિકામાં ભગવો લેહરાશે તે વાત પર મોહર લાગી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Gir Somnath : યુટ્યુબર દિનેશ સોલંકી પર હુમલાનાં Video આવ્યા સામે, અત્યાર સુધી 7 ની ધરપકડ

વોર્ડ નંબર 1 નાં વિજેતા અપક્ષ ઉમેદવારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં નગરની પ્રજાએ ભાજપને (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટી છે. આથી, નપામાં ભાજપનું બોર્ડ બનશે તેવી મજબૂત સંભાવનાઓ છે. ભાજપના હોદ્દેદારો પણ BJP નું જ બોર્ડ બનશે તેવી પ્રબળ દાવેદારી કરી રહ્યા છે. જો કે, આજે આ દાવેદારી પર મહોર લાગી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 નાં અપક્ષ ચૂંટાઈને નગર સેવક બનેલા નજમાબેન ફેસલભાઈ મલા અને શૈલેષભાઈ રાઠવા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી લેતા હવે પાલિકામાં ભાજપનું સંખ્યા બળ 8 થી વધીને 10 પર પહોંચ્યું છે.

આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈને કોંગ્રેસના પ્રહાર, MLA મહેશ કશવાલાની પ્રતિક્રિયા

કોણ-કોણ સાથે મળીને બોર્ડ બનાવશે તે રહસ્ય હજી પણ અકબંધ

છોટાઉદેપુર નપા ચૂંટણી પરિણામ બાદથી સત્તાને લઈ રોજબરોજ અનેક અટકળો વહેતી થતી હતી. જો કે, મોટાભાગનાં રાજકીય પંડિતોની એક જ ભવિષ્યવાણી હતી કે બોર્ડ બનશે તો ભાજપનું જ... અને આજે બે અપક્ષ સભ્ય દ્વારા ભાજપનો ખેસ ધારણ કરી લેતા તેના પર મહોર લાગતી જોવા મળી રહી છે. હાલ તો ભાજપનું સંખ્યા બળ વધ્યું છે પરંતુ, હજી પણ બોર્ડ બનાવવા માટે પૂરતું નથી. કોણ કોણ સાથે મળી અને બોર્ડ બનાવશે તે રહસ્ય તો હજી પણ અકબંધ છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા (Upendrabhai Rathwa) સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ભવિષ્યમાં અમારું મહુડી મંડળ કોની સાથે બોર્ડ બનાવીશું તે જાહેર કરશે. પરંતુ, છોટાઉદેપુર પાલિકામાં અમે ભાજપનું (BJP) બોર્ડ બનાવીશું તે નક્કી છે. જો કે, હજી કોણ કોણ ભાજપમાં ભળશે કે ટેકો આપશે તે રહસ્ય પરનો પડદો ઉઠ્યો નથી.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Kutch : આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય કચ્છનાં પ્રવાસે, વાંચો વિગત

Tags :
BJPChhota UdepurCongressGUJARAT FIRST NEWSGujarat PoliticsMunicipality ElectionNajmaben Faisalbhai MalaShaileshbhai RathwaTop Gujarati NewsUpendrabhai Rathwa