Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : છોટાઉદેપુરના અંત્રોલી ગામે સંકલ્પ રથનું આગમન, કુમકુમ તિલક કરીને ઉષ્માભેર કરાયું સ્વાગત

આદિવાસી ઉત્કર્ષ અને ગરીબ-મધ્યમ પરિવારના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભ જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ગામેગામ ભ્રમણ કરીને વંચિતો લાભાર્થીઓને આવરીને...
chhota udepur   છોટાઉદેપુરના અંત્રોલી ગામે સંકલ્પ રથનું આગમન  કુમકુમ તિલક કરીને ઉષ્માભેર કરાયું સ્વાગત
આદિવાસી ઉત્કર્ષ અને ગરીબ-મધ્યમ પરિવારના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભ જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ગામેગામ ભ્રમણ કરીને વંચિતો લાભાર્થીઓને આવરીને સો ટકા યોજનાકીય સેચ્યુરશન હાંસલ કરવાના નિર્ધાર સાથે છોટાઉદેપુરના અંત્રોલી ગામે રથ પહોંચતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં ગ્રામજનોએ સંકલ્પ રથનું કુમકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.
Image preview
આ પ્રસંગે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસને વિશેષ પ્રાધાન્ય આપી શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, આવાસિય સુવિધા, વીજળી-પાણી, ખેતી-પશુપાલન સહિત મહિલા સશક્તિકરણ અને રોજગાર માટે સરાહનીય કામગીરી કરી છે.
Image preview
વધુમાં શીશપાલજીએ ઉમેર્યુ કે, આદિવાસી સહિત સમાજના પ્રત્યેક વર્ગના જીવનશૈલીમાં આમુલ પરિવર્તન લાવી આર્થિક સધ્ધરતા પ્રદાન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, પીએમ ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ આશિર્વાદ રૂપ યોજનાઓ અમલી બનાવી છે. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયા જેવા રોગને નિયંત્રિત કરવા યોગ્ય આરોગ્ય ઉપચાર, બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળાઓ, શિષ્યવૃત્તિ યોજનાઓ, શાળાઓ ઉપલબ્ધ કરાવીને  જેનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી નોંધાવવા શિશપાલજીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
Image preview
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ ગ્રામજનોએ સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની માહિતી, સરકારશ્રીના કાર્યો-ઉપલબ્ધિઓની ઝાંખી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત સર્વે ગ્રામજનોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્ષ 2047 વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવાની સામુહિક શપથ લીધા હતા.
Image preview
આ પ્રસંગે શીશપાલજીએ છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાને ૫ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યુ હતુ. ઉપરાંત ઉજ્જ્વાલા યોજના, કિસન ક્રેડીટ કાર્ડ, આંગણવાડી સહિત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
છોટા ઉદેપુર સાંસદ  ગીતાબેન રાઠવાએ પણ આ પ્રસંગે ગ્રામજનોને સરકાર ની અનેકવિધ યોજનાકીય માહિતી અને લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
Image preview
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. જ્યાં વડા પ્રધાન મોદીએ ડ્રોન તકનીક સાથે મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તિકરણ માટે ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વધુમાં પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના હેઠળ બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવાને બદલે ૫૦ થી ૯૦ ટકા સસ્તા દરે ગુણવત્તાયુક્ત અને અસરકારક જેનરિક દવાઓનો જન ઔષધિ કેન્દ્રો પરથી પ્રાપ્ત કરવા આહ્વાન કર્યુ હતુ. આ વેળાએ વડાપ્રધાનશ્રીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેના ચાર મજબુત સ્તંભ તરીકે ગણાવ્યા હતા.
Image preview
કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ  ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જીલ્લા કલેકટર  સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રાયોજના અધિકારી સચિન કુમાર, શંકરભાઈ રાઠવા સહિતના અન્ય પદાધિકારીઓ નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.