Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનનાં સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉધમી તાલીમ શિબિરનો શુભારંભ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનનાં હસ્તે કરાયો હતો .
chhota udepur   સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ
Advertisement
  1. Chhota Udepur ની સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ
  2. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનાં વરદહસ્તે તાલીમ કોર્સની શરૂઆત કરાઈ
  3. આ કોર્સ હેઠળ સબ જેલનાં 35 કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે

છોટાઉદેપુરમાં (Chhota Udepur) સબ જેલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન (Gargi Jain) દ્વારા 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સબ જેલનાં 35 કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે. જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનનાં સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉધમી તાલીમ શિબિરનનો શુભારંભ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Visavadar Election : વિસાવદર ચૂંટણીમાં ગઠબંધનને લઈ આપ-કોંગ્રેસમાં ફરી કકળાટ!

Advertisement

Advertisement

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનાં વરદહસ્તે તાલીમ કોર્સની શરૂઆત કરાઈ

રાજ્યનાં જેલ વિભાગનાં DGP કે.એલ. રાવનાં માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ-બહેનો માટે અલગ-અલગ પ્રકારનાં તાલીમ કોર્સ શરૂ કરવા જણાવ્યું હતું. આ અંતર્ગત, છોટાઉદેપુર (Chhota Udepur) સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચાં અને પાકાં કામનાં કેદી ભાઈઓ-બહેનો નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનનાં (Baroda Self-Employment Development Institute) સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉધમી તાલીમ શિબિરનો શુભારંભ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનનાં (Gargi Jain) વરદહસ્તે કરવામાં આવ્યો હતો .

આ પણ વાંચો - Ahmedabad : એચ.કે. કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક! વિદ્યાર્થીઓમાં રોષ, આવેદન પત્ર આપી કરી આ માગ

શણની વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ અપાશે

આજથી શરૂ થયેલ આ તાલીમ 13 દિવસ સુધી ચાલશે, જેમાં શણની વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં 32 પુરુષ અને 3 મહિલા કેદીઓ તાલીમ મેળવશે. આ તાલીમનો શુભારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેક્ટરે સબ જેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, બરોડા સ્વરોજગાર સંસ્થાનનાં ડાયરેક્ટર રાહુલ જોષી, સબ જેલ-છોટાઉદેપુર અધિક્ષક ડી.કે. પરમાર, ગ્રામ વિકાસ એજન્સીનાં ડી.એલ. કેતન પંડિત, જેલ સુબેદાર જયરામભાઈ વસાવા, બરોડા સ્વરાજ સંસ્થાનાં કર્મચારીઓ અને સબજેલનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિતની સર્જરી કરાશે

Tags :
Advertisement

Trending News

.

×