CHHOTA UDEPUR : જિલ્લાના ૨૦૪ ગ્રામ પંચાયતોના 100 ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામા આવ્યા
અહેવાલ - તોફીક શેખ છોટાઉદેપુર જિલ્લાના ૨૦૪ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. ૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યું છે. ‘ધરતી કહે પુકાર’ નુક્કડ નાટક ૧૧૯ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના તા....
અહેવાલ - તોફીક શેખ
છોટાઉદેપુર જિલ્લાના ૨૦૪ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. ૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યું છે. ‘ધરતી કહે પુકાર’ નુક્કડ નાટક ૧૧૯ કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના તા. ૧૫.૧૧.૨૩ થી ૧૨.૧૨.૨૩ સુધીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૨૦૪ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૪૧૮૩૭ ભાઇઓ અને ૨૯૬૧૯ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન જિલ્લાના ૭૧૩૬૪ નાગરિકોએ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૬૩૪૮ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૮૮૮ કાર્ડનું યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.
આ યાત્રા દરમિયાન ૨૦૪ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ૧૩૭૧૯ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.જેમાં ૩૧૫૯ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૫૦૭૦ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. 'મારૂ ભારત' અંતર્ગત ૨૦૪ ગ્રામ પંચાયતમાંથી ૧૪૦ સ્વયંસેવક નોંધાયા હતા. ૨૦૪ ગ્રામ પંચાયતોમાં મહાનુભાવોના હસ્તે ૩૬૫ મહિલાઓને, ૧૮૪ વિદ્યાર્થીઓને, ૭૩ રમતવીરોને તેમજ ૮ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ૪૯૫ લાભાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓ થકી તેમના જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તનની વાત રજૂ કરી.
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ૨૦૪ ગ્રામ પંચાયતોમા ૧૭૨ ડ્રોન નિદર્શન બતાવવામાં આવ્યું. જમીન ચકાસણી કરી ખાસ 'સોઈલ હેલ્થ કાર્ડ' ઝૂંબેશ અંતર્ગત ૨૦૪ નિદર્શન કરાયા હતા. ૬ તાલુકામાં જૈવિક ખેતી કરતા ૨૦૪ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ૧૧૦ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. ૨૦૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.૨૦૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વધુમાં ૧૬૩ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના ૨૦૪ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. ૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યું છે. ‘ધરતી કહે પુકાર’ કે નુક્કડ નાટક ૧૧૯ કરવામાં આવ્યું છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ડિસ્ટ્રીક નોડલ ઓફિસર, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો -- પંચમહાલ : તળાવો પાણીથી ભરાતા ખેડૂતોમાં ખુશી
Advertisement