Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDAIPUR: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

એક એવો આદિવાસી એન્જિનીયર જેણે કરી હતી કમાલ યુવાને ભંગારમાંથી નિર્માણ કર્યું એસેમ્બ્લ ટ્રેકક્ટર મોટરસાયકલના એન્જિનમાંથી નિર્માણ કર્યું એસેમ્બલ ટ્રેક્ટર CHHOTA UDAIPUR: છોટાઉદેપુરનો એક ખેડૂત કે જેણે પોતાની કોઠા સૂઝથી ભંગારમાંથી એસેમ્બલ ટ્રેક્ટર બનાવ્યું હતું. ગુજરાત ફર્સ્ટ દ્વારા તેની...
chhota udaipur  યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ  હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ
  1. એક એવો આદિવાસી એન્જિનીયર જેણે કરી હતી કમાલ
  2. યુવાને ભંગારમાંથી નિર્માણ કર્યું એસેમ્બ્લ ટ્રેકક્ટર
  3. મોટરસાયકલના એન્જિનમાંથી નિર્માણ કર્યું એસેમ્બલ ટ્રેક્ટર

CHHOTA UDAIPUR: છોટાઉદેપુરનો એક ખેડૂત કે જેણે પોતાની કોઠા સૂઝથી ભંગારમાંથી એસેમ્બલ ટ્રેક્ટર બનાવ્યું હતું. ગુજરાત ફર્સ્ટ દ્વારા તેની એક સ્ટોરી કરવામાં આવી હતી. જેની અત્યારે સીએમઓ સુધી નોંધ લેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યના મૃદુ મક્કમ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ નાનકડા ગામ એવા ગુડામાં વસતા નંદુ નાયકાને તેના કૌશલ્ય થકી કરતબ માટે શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શુભેચ્છા સંદેશને લઈને આ વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: CHHOTA UDAIPUR : ઓટોમોબાઇલ એન્જિનિયર જેવો તેજ સાત પાસ યુવક

Advertisement

અહેવાલની ગુંજ CMO ઓફિસ સુધી જોવા મળી

નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા 15 જુલાઈ યુવા કૌશલ્ય દિવસના ખાસ પ્રસંગે ધોરણ સાત પાસ ઓટોમોબાઇલ એન્જિનિયર નંદુ નાયકાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની ગુંજ CMO ઓફિસ સુધી પણ પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક થોડા અંતરે આવેલ એક નાનકડા ગામ રહેતો એક યુવાએ પોતાના કૌશલ્ય અને કરતબના કારણે વિકસાવેલ ધોરણ સાત પાસ ઓટોમોબાઇલ એન્જિનિયરના ટ્રેક્ટરની વાતો હવે દૂર દૂર સુધી વહેતી થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: 75,04,000 રૂપિયાની જુની અને રદ થયેલી ચલણી નોટો સાથે બેની ધરપકડ

કોઠા સુઝ પ્રમાણે એક એસેમ્બલ ટ્રેક્ટર બનાવ્યું

છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામનાં એક ગરીબ પરિવારમાં ઉછરેલ નંદુ નાયકાએ ધોરણ સાત સુધી ગામની જ ગુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. કુટુંબની આર્થિક સ્થિતિ સારીના હોવાથી નંદુ ધોરણ સાત પછી આગળ અભ્યાસ કરી શક્યો ન હતો. પરંતુ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી આજે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી જરૂરી ટ્રેક્ટર બનાવવાની સાધન સામગ્રી એકત્રિત કરી જૂના બાઈકનું એન્જિન થકી પોતાની કોઠા સુઝ પ્રમાણે એક એસેમ્બલ ટ્રેક્ટર બનાવ્યું હતું. એક વખત તો ઓટોમોબાઇલ એન્જિનિયરોને પણ પોતાના કાર્યથી આશ્ચર્યચકિત કરી દીધા તેમ કહીએ તો ખોટું નથી.

આ પણ વાંચો: Surat: સ્કૂલવાનના ડ્રાઈવરે 5 વર્ષના બાળકને કચડ્યું, ઘટના સ્થળ પર જ થયું મોત

ખેડૂતે છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું

નોંધનીય છે કે, ઓટોમોબાઇલ વ્યવસાયમાં ડગ માંડવા એક ઉચ્ચ અભ્યાસ તાલીમ અને બહોળા અનુભવની તાતી જરૂરિયાત હોય છે. પરંતુ નંદુ નાયકાએ તેના કૌશલ્યના કરતબના કારણે એક બાઈકના એન્જિન થકી ટેકટર બનાવી ગુડા ગામનું જ નહીં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યા હોવાનું ગૌરવ તેના ગુરુઓ અને ગ્રામજનો માની રહ્યા છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.