Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કડોદરા GIDC વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળ્યું

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના કડોદરા જીઆઇડીસી વિસ્તારમાં એક ડ્રેનેજ લાઈન ઉભરાઈ હતી ભારે વરસાદના કારણે ડ્રેનેજ લાઈન...
09:12 PM Jun 29, 2023 IST | Hardik Shah

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના કડોદરા જીઆઇડીસી વિસ્તારમાં એક ડ્રેનેજ લાઈન ઉભરાઈ હતી ભારે વરસાદના કારણે ડ્રેનેજ લાઈન ઉભરાતા કેમિકલ યુક્ત પાણી સર્વિસ રોડ પર ફરી વળ્યા હતા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે શહેર અને જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સુરતના કડોદરા જીઆઇડીસી વિસ્તારમાં એક ડ્રેનેજ લાઈન ઉભરાઈ હતી. ડ્રેનેજ લાઈન ઉભરાતા કેમિકલ યુક્ત પાણી સર્વિસ રોડ પર ફરી વળ્યા હતા એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ડ્રેનેજ લાઈન ઉભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે બપોરે બાદ વરસાદે થોડો વિરામ લીધો છે જેને લઈને ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. આજે પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતના સણીયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ સુરત જિલ્લાના ઓલપાડ,માંડવી,કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ, બારડોલી સહિતનાં તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા સાથે કર્યા આશાપુરા માતાના દર્શન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ઉદય જાદવ

Tags :
Chemical-laden waterdrainage line in KadodaraKadodara GIDCwater overflowed
Next Article