ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા, પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યાના ભક્તોએ દર્શન કર્યા

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય...
12:25 PM Aug 17, 2023 IST | Dhruv Parmar

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કરેલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતી ના દર્શનનો લાભ લીધો હતો. અહીં ગોંડલ તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર માંથી ભક્તો મહાદેવજી ના દર્શન તેમજ આરતીનો લાભ લે છે.

રાત્રીથી દિવસ દરમિયાન 6 આરતી મંદિર માં થાય છે

સુરેશ્વર મંદિર ખાતે રાત્રીથી દિવસ દરમિયાન વહેલી સવારના 3.00 કલાકે, 5.00 કલાકે, 7.00 કલાકે, 8.00 કલાકે, બપોરે 12.00 કલાકે અને સાંજે 7.00 કલાકે આરતી દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અને વહેલી સવારથી લઈ મોડીરાત સુધી સુરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે.

પૂજારી નિખિલભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગોંડલમાં ભગવતસિંહજી બાપુએ શહેરમાં નવ નાથ મહાદેવની સ્થાપના કરી છે તેમાંના એક આ સુરેશ્વર મહાદેવનું મંદિર છે હું છેલ્લા 15 વર્ષથી અને અમે અહીં 3 પેઢીથી સુરેશ્વર મંદિરે પૂજા કરીએ છીએ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવજીની પંચવકત્ર પૂજા થાય છે. બપોરે 12 વાગ્યે લઘુરુદ્ર બાદ મહા આરતી થાય છે.

શ્રાવણ માસ દરમ્યાન મંદિર પરિસરમાં જય શામ્બના નાદ થી ગુંજી ઉઠે છે

અહીં ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ નિયમીત સુરેશ્ર્વર મહાદેવના દર્શન માટે આવતા નેશનલ હાઈવેથી ચાર કિલોમીટર દૂર આવેલ વેરી તળાવ પાસે આ શિવાલય આવ્યું છે. અહીં ઐતિહાસીક ધાર્મિક અને પ્રકૃતિક ત્રિવેણી સંગમ સર્જાય છે. મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ ફરતે અનેક શિવાલયોનું નિર્માણ કરેલ હતું. પરંતુ સુરેશ્ર્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ગણાય છે. શ્રાવણ માસમાં નિયમીત વડપુજા, લઘુરૂદ્રનું આયોજન થાય છે.

અહીં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે

ગોંડલ થી આવેલા દર્શનાર્થી તરુણભાઈ જોશી એ જણાવ્યું હતું કે હું રોજિંદા 365 દિવસ સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને સર્વે ભક્તોની મનોકામના સુરેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમીયાન દર સોમવારે મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : Budh Vakri 2023: બુધ ગ્રહની થવા જઈ રહી છે વક્રી, આ રાશિના જાતકોને થઈ શકે છે પરેશાની

Tags :
BhaktiGondalGujaratMahadevSawan Month
Next Article