Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

Himmatnagar: સમગ્ર રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરમ વાયરસ બિમારીના કેસ નોંધાઈ રહયા છે ત્યારે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 14 કેસ નોંધાઈ ચુકયા છે જે પૈકી 06 બાળકોના મોત નિપજયા છે બાકીના 08 પૈકી 04 બાળકોને રજા અપાઈ છે અને અત્યારે...
chandipuram virus  આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા  picu વોર્ડની મુલાકાત લીધી

Himmatnagar: સમગ્ર રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરમ વાયરસ બિમારીના કેસ નોંધાઈ રહયા છે ત્યારે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 14 કેસ નોંધાઈ ચુકયા છે જે પૈકી 06 બાળકોના મોત નિપજયા છે બાકીના 08 પૈકી 04 બાળકોને રજા અપાઈ છે અને અત્યારે 03 બાળકો સિવિલમાં સારવાર લઈ રહયા છે ત્યારે શુક્રવારે અચાનક રાજયના આરોગ્ય મંત્રીએ હિંમતનગર સિવિલની મુલાકાત લઈને પીઆઈસીયુની મુલાકાત લઈને ઉપલબ્ધ સગવડો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી સારવાર લઈ રહેલ દર્દીના પરિજનો સાથે વાતચીત કરી હતી ત્યારબાદ તેમણે અધિકારીઓને સાબરકાંઠા જિલ્લામાં તમામ સ્થળે દવાનો છંટકાવ કરવાના આદેશ આપ્યા હતા.

Advertisement

ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરલ બિમારીને લઈને અત્યાર સુધીમાં ૦૬ બાળકોના મોત થયા છે રાજયમાં અન્ય સ્થળે પણ આવા શંકાસ્પદ કેસ નોંધાઈ ચુકયા છે ત્યારે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે હિંમતનગર આવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઉપલબ્ધ વ્યવસ્થા અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી તેમની સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરી

ત્યારબાદ તેમણે એક વાતચીતમાં જણાવ્યા હતુ કે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય અંગે પૃચ્છા કરી વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે તેમજ સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા આદેશ કર્યા હતા.

Advertisement

તબીબો સાથે સમીક્ષા બેઠક કરી

વધુમાં તેમણે વાયરલ એન્કેફેલાઇટીસના અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે આ સૂચન કર્યું તાવ, ઝાડા, ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સૂચન કર્યું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાબરકાંઠા જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ  - યશ ઉપાધ્યાય -સાબરકાંઠા 

Advertisement

આ પણ  વાંચો  -Gujarat Rainfall Alert: IMD એ કરી આગાહી, ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર

આ પણ  વાંચો  -Panchmahal:વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ! શાળાના બદલે ખાનગી મકાનમાં ભણવા મજબુર બન્યા

આ પણ  વાંચો  - Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ઘોડા દોડ્યા! કોણે ફેંક્યો 1 કરોડનો પડકાર

Tags :
Advertisement

.