Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોની ટીમના દરોડા, સીરપ-ટેબલેટ્સનો જથ્થો જપ્ત

VADODARA : સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો (Central Bureau of Narcotics) નિમચ અને ન્યુ દિલ્હી દ્વારા વડોદરા (VADODARA) માં જોઇન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર વેચવામાં આવતા સીરપ અને ટેબલેટ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સક્ષમ અધિકારીએ જણાવ્યું કે,...
vadodara   સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોની ટીમના દરોડા  સીરપ ટેબલેટ્સનો જથ્થો જપ્ત

VADODARA : સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો (Central Bureau of Narcotics) નિમચ અને ન્યુ દિલ્હી દ્વારા વડોદરા (VADODARA) માં જોઇન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર વેચવામાં આવતા સીરપ અને ટેબલેટ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સક્ષમ અધિકારીએ જણાવ્યું કે, પહેલા અમદાવાદ ત્યાર બાદ ભાવનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આખરમાં ટીમે વડોદરામાં કાર્યવાહી કરી છે. વડોદરામાંથી ટીમને 850 બોટલ કોડિન સીરપ અને 15,300 ટેબલેટ્સ જપ્ત કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચવી પડે છે.

Advertisement

અમદાવાદ અને ભાવનગર બાદ વડોદરામાં ટીમે તપાસ હાથ ધરી

વડોદરામાં ગતબપોરથી સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોની ટીમે તપાસ શરૂ કરી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી, આ કાર્યવાહીમાં ટીમે ગેરકાયદેસર વેચવામાં આવતા ટેબલેટ્સ અને સીરપનો જથ્થો જપ્ત કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું છે. આ મામલે આવનાર સમયમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે છે. અમદાવાદ અને ભાવનગર બાદ વડોદરામાં ટીમે તપાસ હાથ ધરી છે. ઉક્ત કાર્યવાહીમાં KHLOROPHYLLS Biotech pvt. Ltd કંપની શંકાના દાયરામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

કંપની દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું

અધિકારી પ્રવિણ ધૂલેએ જણાવ્યું કે, સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો, નિમચ અને ન્યુ દિલ્હીનું એક જોઇન્ટ ઓપરેશન છે. પરમ દિવસે અમે અમદાવાદમાં આશરે અઢી લાખ ટેબલેટ્સનો જથ્થો જપ્ત કર્યો છે. તેની સાથે અલ્પ્રાઝોલમ તથા અન્ય ટેબલેટ્સ હતી. ત્યાર બાદ વધુ કાર્યવાહી ભાવનગરમાં કરવામાં આવી હતી. આજે અમે કંપની સુધી પહોંચવાના ફાઇનલ સ્ટેજ પર છીએ. આરોપીના નામ આવ્યા અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. કંપની દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ભાવનગર અને અમદાવાદથી લિંક કેસ છે. અમે અમદાવાદ - 1 અને ભાવનગરથી - 1 શખ્સની ધરપકડ કરી છે. સેમ્પલ લેવા માટે ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર અમારી સાથે હતા.

વડોદરામાંથી એક શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે

વધુમાં તેમણે જણાવ્યું કે, અમે અહિંયા 850 બોટલ કોડિન સીરપ અને 15,300 ટેબલેટ્સ જપ્ત કરી છે. દુખાવા સામે આ દવા આપવામાં આવે છે. પરંતુ ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાથી જથ્થો જપ્ત કર્યો છે. અમે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટીક્સથી છીએ. આ જુની કંપની છે, તેમની પ્રક્રિયામાં વધારે છીંડા સામે આવ્યા એટલે અમે કાર્યવાહી કરી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. વડોદરામાંથી એક શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. અમે 9 જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. ગત બપોરથી તપાસ કરવામાં આવી રહી હતી.

Advertisement

આ પણ વાંચો -- Surat: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા

Tags :
Advertisement

.