Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod: ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપરથી કાર ઝડપાઈ, મળી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો

કતવારા પોલીસે ઝડપી અફીણના પોષડોડાનો જથ્થો ભરેલી કાર કારમાંથી મલી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો પોલીસે કાર સહિત 17.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો Dahod: દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે મધ્યપ્રદેશમાંથી દારૂ સહિત કેફી દ્રવ્યો અને...
11:15 PM Sep 07, 2024 IST | VIMAL PRAJAPATI
Dahod Police
  1. કતવારા પોલીસે ઝડપી અફીણના પોષડોડાનો જથ્થો ભરેલી કાર
  2. કારમાંથી મલી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો
  3. પોલીસે કાર સહિત 17.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Dahod: દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે મધ્યપ્રદેશમાંથી દારૂ સહિત કેફી દ્રવ્યો અને હથિયારોની પણ હેરાફેરી થતી હોય છે. જેને પગલે Dahod Police સતત મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોની વોચમાં રહેતી હોય છે. તેવી જ રીતે ગતરોજ રાત્રિના સમયે કતવારા પોલીસની ટીમ ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. નોંધનીય છે કે, આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવી રહેલી એક અર્ટીગા કાર શંકાસ્પદ લાગતાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: એક શખ્સને ધર્મના ઠેકેદાર બનવું ભારે પડ્યું, હવે જાહેરમાં માંગવી પડી માફી

તમામ થેલાનું વજન કરતાં 417 કિલો વજન થયું

નોંધનીય છે કે, ચાલક એ ડીવાઈડર કૂદાવી ભાગવા જતાં પોલીસે પીછો કરી કારને આંતરી લેતા ચાલક કાર મૂકીને મકાઈના ખેતરોમાં થઈ અંધારામાં ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે કારની તપાસ કરતાં કારની સીટો ખોલી નાખી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા અફીણના પોષડોડા મળી આવ્યા હતા. તમામ થેલાનું વજન કરતાં 417 કિલો વજન થયું હતું. જેની કિમત 12.51 લાખ થાય છે. પોલીસે કાર સહિત 17.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના માલિક તેમજ જથ્થો પહોંચાડનાર અને ખરીદનાર વિષે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ

પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, Dahod જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની સરહદે આવેલો જિલ્લો છે જેને પગલે બંને રાજ્યોમાંથી દારૂ સહિત નશીલા પદાર્થોની હેરાફેરી મોટાપાયે જોવા મળે છે. જિલ્લામાં થઇને ગુજરાતમાં જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે, પરંતુ પોલીસની સતર્કતા ને પગલે અવારનવાર જથ્થો ઝડપાય છે. તેમ છતાં નશાના કારોબાર કરનારા અનેક અવનવા કિમિયા અને અંતરિયાળ રસ્તાઓ ઉપર થઈ ને જથ્થો ઘુસાડતા હોય છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત

Tags :
Dahod PoliceDahod police ActionGujaratGujarat PoliceGujarati NewsGujarati SamacharVimal Prajapati
Next Article