Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરિણીતાનો કપડા બદલતો વીડિયો ઉતારી,બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યુ, આખરે પોલીસ ફરીયાદ

અહેવાલઃ આનંદ પટણી, સુરત  સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો કપડાં બદલતો વીડીયો ઉતારી તેણીને બ્લેકમેલ કરી તેની પાસેથી છ લાખ રૂપિયા પડાવ્યા ઉપરાંત તેણી સાથે દુષ્કર્મ પણ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. .પાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીની...
પરિણીતાનો કપડા બદલતો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યુ  આખરે પોલીસ ફરીયાદ

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

Advertisement

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો કપડાં બદલતો વીડીયો ઉતારી તેણીને બ્લેકમેલ કરી તેની પાસેથી છ લાખ રૂપિયા પડાવ્યા ઉપરાંત તેણી સાથે દુષ્કર્મ પણ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. .પાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ શરૂ કરી છે. સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી એક મહિલા થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે રાજકોટ રહેતી હતી, બે વર્ષ પહેલા રાજકોટ થી તેઓ સુરત ખાતે શિફ્ટ થયા હતા. રાજકોટમાં તેમના ઘરની સામે રહેતો અને તેના પતિનો મિત્ર કટલરી અને તોરણનું કામ કરતો હતો. કટલરી અને તોરણનું કામ કરતા વ્યક્તિએ આ મહિલાને whatsapp ઉપર ફોટો મોકલવાનું શરૂ કર્યું હતું અને આ ફોટો મોકલવાને કારણે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પતિનો મિત્ર હોવાને નાતે આ મહિલા પણ તે વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી. આ દરમિયાનમાં આ મહિલા સુરત થી રાજકોટ ખાતે ગઈ હતી જ્યાં તે મહિલા કપડાં બદલતી હતી તે સમયે આ વ્યક્તિએ ચોરી છુપી એ મહિલાનો વિડીયો બનાવી લીધો હતો

રાજકોટમાં રવિ ચાવડાએ આ મહિલાનો વિડીયો બનાવી લીધા બાદ આ વિડીયો વાયરલ કરવાની તે સતત ધમકી આપતો હતો. રવિ ચાવડા આ મહિલાને સતત ધમકી આપતો હતો અને તેની પાસે અભદ્ર માંગણી પણ કરતો હતો. રવિ મહિલા પાસેથી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવતો હતો ધીમે ધીમે કરીને રવિએ મહિલા પાસેથી આશરે 6 લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે તે વારંવાર દુષ્કર્મ પણ ગુજારતો હતો. આરોપી રવિ આટલા થી અટક્યો ન હતો અને તે આ મહિલાને વાત કોઈને પણ જણાવશે તો તેના ભાઈને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતો હતો. રવિ આ મહિલા સાથે દુષ્કર્મ તો કરતો જ હતો સાથે સાથે તે મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો

Advertisement

રવિ ના ચુંગાલમાં ફસાયેલી આ મહિલાએ પોતાનો વીડિયો વાયરલ ન થાય અને સમાજમાં તેની ઈજ્જત બચી રહે તે માટે તેની આરોપીની અભદ્ર માંગણીઓ પણ સ્વીકારી લીધી. આરોપી રવિએ પહેલા મહિલા પાસેથી 5.50 લાખ અને બાદ 50 હજાર એક 6 લાખ જેટલી રકમ પડાવી અને મહિલા સાથે વારંવાર દુષ્કર્મ પણ આચર્યું છે. મહિલા વારંવારની માંગણીથી કંટાળી ગઈ અને તેણે સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી પતિએ મહિલાને હિંમત આપતા આખરે તે પાલ પોલીસ સ્ટેશન પહોંચી અને તેની પોલીસને ફરિયાદ આપી હતી. પોલીસે સમગ્ર મામલે રવી ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement

.