Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં કોર્ટમાં કેમ્પસમાં હત્યાનો મામલો, કેમ્પસમાં હથિયારધારી પોલીસ મૂકવા આદેશ

અહેવાલઃ રાબિયા,સાલેહ, સુરત  થોડા દિવસ આગાઉ સુરતમાં  કોર્ટની બહાર જાહે૨માં હત્યાનો બનાવ બન્યો હતો. કોર્ટ નજીક હત્યાના બનાવને પગલે કોર્ટ કેમ્પસમાં હથિયારધારી પોલીસ મૂકવા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે આદેશ આપ્યા છે.જેના ભાગ રૂપે પોલીસ બેડામાં હલચલ મચી ગઇ...
11:26 AM May 11, 2023 IST | Vishal Dave

અહેવાલઃ રાબિયા,સાલેહ, સુરત 

થોડા દિવસ આગાઉ સુરતમાં  કોર્ટની બહાર જાહે૨માં હત્યાનો બનાવ બન્યો હતો. કોર્ટ નજીક હત્યાના બનાવને પગલે કોર્ટ કેમ્પસમાં હથિયારધારી પોલીસ મૂકવા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે આદેશ આપ્યા છે.જેના ભાગ રૂપે પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. પોલીસ કમિશ્નરની સુચના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસની ટીમો કોર્ટ કેમ્પસ સહિત કોર્ટની બહાર સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.કોર્ટ પરીક્ષણમાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓને પગલે કોર્ટમાં આવતા વકીલોની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠ્યા છે, કોર્ટમાં સવાર થી સાંજ સુધી કાર્યરત રહેતા વકીલોની ચિંતામાં પણ વધારો થયો છે.પહેલા કોર્ટ હથિયાર લઈ ને આવતા અસામાજિક તત્વો અને ત્યાર બાદ કોર્ટ બહાર થયેલી હત્યા બાદ કોર્ટમાં સુરક્ષા વધારવા માંગ ઉઠી છે.

કોર્ટ નજીક થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.થોડા મહિનાઓ પહેલા કેટલાક લોકો કોર્ટ કમ્પાઉન્ડમાં હથિયાર લઈ આવ્યા હતા,તે બાદ હવે કોર્ટની બહાર થયેલી ઘાતકી હત્યાની ઘટનાને કારણે વકીલ મંડળ સહિત ન્યાયાધીશ વી.કે. વ્યાસ એ હત્યા ની ઘટનાને ગંભીરતાથી લીધી હોવાનું વકીલો જણાવી રહ્યા છે , ન્યાયાધીશ વી.કે.વ્યાસે સુરત જિલ્લા વકીલ મંડળ અને બાર એસોસિએશનને તેડુ મોકલીને સુરત કોર્ટ કેમ્પસ કોર્ટ બિલ્ડીંગ અને કોર્ટ ની બહાર પોલીસ સુરક્ષા વધારવા ગંભીતાપૂર્વક ચર્ચા કરી હતી જે બાદ સમગ્ર કોર્ટ આલમના વકીલોએ એક સૂરે સુરક્ષાની માંગ કરી હતી.

કોર્ટની બહાર થયેલી હત્યાએ તમામ કચેરીઓની સુરક્ષા ઉપર સવાલ ઊભા કર્યા છે.કારણ કે અઠવાગેટ ખાતે આવેલી છે સુરત કોર્ટ ,સુરત પોલીસ કમિશ્નર કચેરી,સુરત કલેકટર કચેરી ,સિંચાઇ કચેરી જ્યાં મોટી સંખ્યામાં કર્મી અધિકારીઓ કામગીરી કરતા હોય છે.સુરત પોલીસ કમિશ્નર કચેરી જે પોલીસ થી ભરેલી અને સુરક્ષીત ગણવામાં આવે છે જેના થોડાક અંતરમાં જ આવેલી છે સુરત કોર્ટ જેની સુરક્ષા વ્યવસ્થા ખોરવાઇ છે.સુરત કોર્ટમાં અનેક આરોપીઓ હાજરી પુરવા આવે છે.ક્યારેક કોર્ટ પાર્કિંગમાં હથિયાર મળી આવે છે તો ક્યારેક કોર્ટની બહાર હત્યા જેવી ઘટનાને સરેજહેર અંજામ અપાઈ છે.મોટા ભાગે કોર્ટમાં હાજરી પુરાવવા રીઢા આરોપીઓ આવતા હોય છે.કે યુવકો ને ખૂબજ ખતરનાક ગણવામાં આવે છે.

થોડા દિવસ આગાઉ કોર્ટ ની બહાર જાહે૨માં થયેલી હત્યામાં એક યુવકે બીજા યુવકને બદલાની ભાવના રાખી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી, આ ઘટનાને પગલે સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉભા થયા હતા,ન્યાયની માંગ કરવા આવતા લોકોની સામે સરજાહેરમાં હત્યા થઈ હતી,જે બાદ સુરત પોલીસની કાર્યવાહી ઉપર પણ લોકોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.બીજી તરફ વકીલો પોતાની સુરક્ષા માટે ચિંતિત થયા હતા,સુરત કોર્ટમાં આવતા રીઢા આરોપી ઓથી વકીલો ને કોઈ પણ જાતની સુરક્ષા નહિ હોવાની રાવ ઉઠી હતી,જે બાદ સેશન્સ જજ વી.કે.વ્યાસે કોર્ટ બહાર થયેલી હત્યાને ધ્યાને રાખી સુરક્ષા ની માંગ કરી હતી. આ ઘટના બાદ કોર્ટ સ્ટાફની સુરક્ષાના ભાગરૂપે સુરત જિલ્લા વકીલ મંડળ અને સુરત સીટી બાર એસોસિએશનને મીટીંગ બોલાવી રજૂઆત કરી હતી.

 

આશ્ચર્ય ની વાત છે.કે સુરત કોર્ટમાં કેટલાક આરોપીઓ હથિયાર લઈ બીજા પક્ષ પણ હુમલા કરવાની તૈયારી એ આવ્યા હતા,અને તેના દોઢ મહિના પહેલા જ કોર્ટ બિલ્ડીંગ માંથી છરો મળી આવ્યો હતો. જે બાદ વકીલોમાં હલચલ મચી ગઇ હતી,જો કે તેજ સમયે સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા હતા,પરંતુ હથિયારની વાત ને કોઈએ ગંભીરતા થી નહિ લીધી હતી અને તે બાદ સુરત કોર્ટની બહાર હત્યાની ઘટનાને સરાજાહેર અંજામ આપવામાં આવ્યો હતો,.આ બંને ઘટનાને જજ વી.કે.વ્યાસે ગંભીરતાથી લઈ વકીલ મંડળ ને બોલાવ્યા હતા. જે બાદ પોલીસ પણ એલર્ટ થઈ હતી,ત્યાર બાદ પોલીસ દ્વારા કોર્ટ બિલ્ડીંગમાં સુરક્ષા વધારવા આયોજન કરાયું છે.

જો કે હાલ પોલીસ ની ટુકડીઓ મૂકી કેટલીક ટીમ અને પિસીઆર પણ સ્ટેન્ડબાય કરાઇ છે. કોર્ટ ની બહાર થયેલી હત્યા બાદ આગામી દિવસોમાં સુરક્ષાના ભાગરૂપે કોર્ટ બિલ્ડીંગની અંદર સિક્યુરીટી ગનમેન પોલીસ વ્યવસ્થા સુરક્ષા ના ભાગ રૂપે રાખવામાં આવશે હાલ કોર્ટ ની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Tags :
armedcampuscasecourtdeployMurderpoliceSurat
Next Article