BZ Finance Scam: CID ક્રાઇમે સાત આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, 178 કરોડનું કૌભાંડ સામે આવ્યું
- BZ પોન્ઝી સ્ક્રીમ મામલે મહત્વના સમાચાર
- CID ક્રાઇમે કોર્ટમાં ફાઇલ કરી બીજી ચાર્જશીટ
- લોકો પાસેથી ભૂપેન્દ્ર ઝાલાએ 422 કરોડ ઉધરાવ્યા હતા
- 6686 લોકોને ભૂપેન્દ્ર ઝાલાએ નાણાં નથી ચૂકવ્યા
BZ Finance Scam: અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં BZ ફાઇનાન્સ પોન્ઝી સ્કીમ કૌભાંડના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. CID ક્રાઇમે આ કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ 22,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સિંહ સોલંકી, આશિક ભરથરી, સંજય સિંહ પરમાર, રાહુલ રાઠોડ, રણવીર સિંહ ચૌહાણ અને મયુર દરજીનો સમાવેશ થાય છે. આ સાથે જ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય છ આરોપીઓ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 178 કરોડ રૂપિયાના કૌભાંડનો આંકડો સામે આવ્યો છે.
ઝાલાએ 11,183 રોકાણકારો પાસેથી 422.96 કરોડ લીધા
CID ક્રાઇમની તપાસમાં જાણવા મળ્યું કે, BZ ફાઇનાન્સ પોન્ઝી સ્કીમના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને વધુ ફાયદાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. ચાર્જશીટમાં દર્શાવ્યા અનુસાર, ઝાલાએ 11,183 રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જોકે, 6,866 રોકાણકારોને હજુ 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તમામ આરોપીઓ પૈકી 10 લોકો BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને તેઓ રોકાણકારો સાથે નિયમિત બેઠકો યોજતા હતા. BZ ગ્રુપની અલગ-અલગ જિલ્લાઓમાં લગભગ 14 ઓફિસો હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!
ભૂપેન્દ્ર ઝાલા સહિત છ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
ચાર્જશીટમાં કુલ 18 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 15 આરોપીઓની ધરપકડ હજુ બાકી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા સહિત કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ, વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ અને કમલેશ ચૌહાણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. સીઆઈડી ક્રાઇમે આ કેસમાં 655 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે, જે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એજન્સીએ ભૂપેન્દ્ર ઝાલાની 1.25 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી છે. આ મિલકતમાં ઝાલાએ રોકાણકારો પાસેથી એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ કરીને ખરીદેલી સંપત્તિનો સમાવેશ થાય છે.
BZ ફાઇનાન્સના નામે પોન્ઝી સ્કીમ
ભૂપેન્દ્ર ઝાલાએ BZ ફાઇનાન્સના નામે પોન્ઝી સ્કીમ ચલાવી હતી, જેમાં લોકોને બેંકો કરતાં વધુ ઊંચા વ્યાજદરનું વચન આપવામાં આવતું હતું. આ લાલચે રોકાણકારોને આકર્ષ્યા અને તેમની પાસેથી મોટી રકમ એકત્ર કરવામાં આવી. જોકે, રોકાણકારોને ન તો વચન મુજબનું વળતર મળ્યું કે ન તો તેમના મૂડીની પરત ચૂકવણી થઈ, જેનાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો.
CID ક્રાઇમે આ કેસમાં બીજી ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેમાં કૌભાંડની રકમ 178 કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સીએ કુલ 23,000થી વધુ પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે. હાલમાં બાકીના આરોપીઓની ધરપકડ અને રોકાણકારોને નાણાં પરત કરવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરીક્ષાલક્ષી ભારણ ઘટાડવામાં આવશે, જાણો કેવી રીતે