Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar: સર્વિસ રોડની હાલત સાવ ભંગાર! કંટાળેલા હિંમતનગરના વેપારીઓએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો

કંટાળેલા હિંમતનગરના વેપારીઓએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો 7 km થી વધુ વાહનોની લાઈનો લાગતા પોલીસે બળપ્રયોગ કર્યો વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોએ પાણીમાં બેસી વિરોધ કર્યો Himmatnagar: હિંમતનગરના મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાંથી પસાર થઈ રહેલ નેશનલ હાઈવે...
himmatnagar  સર્વિસ રોડની હાલત સાવ ભંગાર  કંટાળેલા હિંમતનગરના વેપારીઓએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો
  1. કંટાળેલા હિંમતનગરના વેપારીઓએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો
  2. 7 km થી વધુ વાહનોની લાઈનો લાગતા પોલીસે બળપ્રયોગ કર્યો
  3. વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોએ પાણીમાં બેસી વિરોધ કર્યો

Himmatnagar: હિંમતનગરના મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાંથી પસાર થઈ રહેલ નેશનલ હાઈવે નંબર 48નું વિસ્તૃતિકરણનું કામ છેલ્લા ગણા વર્ષોથી ગોકળગતિએ ચાલી રહ્યુ હોવાને કારણે રોજબરોજ સ્થાનિક વેપારીઓ તથા અન્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. કંટાળીને સહકારી જીન ચોકડી પર શનિવારે સ્થાનિકો તથા વેપારીઓએ આવીને ચક્કાજામ કરી દીધો હતો. જેના લીધે બંને તરફ સાત કી.મી.થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જેથી સ્થાનિક પોલીસે આવી બળપ્રયોગ કરી વાહન વ્યવહારને ખલેલ પહોંચાડી રહેલ પાંચથી વધુ સ્થાનિકોની અટકાયત કરી હતી. જોકે પાછળથી તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ

સર્વિસ રોડ સાવ ઉબડખાબડ અને ભંગાર બન્યો

આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર (Himmatnagar)ના મોતીપુરા અને સહકારી જીન ચાર રસ્તા પર થઈને નેશનલ હાઈવે 48 પસાર થાય છે. પરંતુ પાંચ વર્ષ થવા છતાં મોતીપુરા અને સહકારી જીન ચાર રસ્તા પર ચાલી રહેલ બ્રિજનું કામ પૂર્ણ થતુ નથી. જેના લીધે બંને તરફના સર્વિસ રોડ પર થઈને રાત-દિવસ ભારે તથા અન્ય નાના વાહનો પસાર થાય છે પરંતુ ટ્રાફીકના ભારણને લીધે સર્વિસ રોડ સાવ ઉબડખાબડ અને ભંગાર બની ગયા છે.

Advertisement

આ પણ વાંચો: Kutch: કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન, મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ!

હાઈવે ઓર્થોરીટીને લેખિતમાં રજુઆત કરી પણ...

એટલુ જ નહીં પણ અત્યારે ચોમાસામાં અવાર નવાર પડી રહેલા વરસાદને લીધે પાણીનો નિકાલ થતો નથી. અજાણ્યા વાહન ચાલકો જયારે પસાર થાય ત્યારે રોડ પર પાણી ભરાયેલુ હોવાથી ખાડા જોઈ શકાતા નથી. જેથી ખાડામાં પડવાને કારણે વાહનો ધડાકા ભેર પછડાયા છે અને નુકશાન પણ થાય છે. જે બાબતે સ્થાનિકોએ અનેક વખત અધુરૂ કામ પૂર્ણ કરવા માટે હાઈવે ઓર્થોરીટીને લેખિતમાં રજુઆત પણ કરી હતી. અગાઉ ચક્કાજામ પણ કરાયો હતો. તેમ છતાં હાઈવે ઓર્થોરીટીના સત્તાવાળાઓ ઝડપથી કામ કેમ પૂર્ણ કરાવી શકતા નથી? તે પ્રશ્ન છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો

સત્તાવાળાઓને જગાડવાના આશયથી કર્યો ચક્કાજામ

અસુવિધાઓથી સતત કંટાળેલા સ્થાનિકોએ શનિવારે 11 વાગે સહકારી જીન ચાર રસ્તા (Himmatnagar) પર એકત્ર થઈને નેશનલ હાઈવેના સત્તાવાળાઓને જગાડવાના આશયથી ચક્કાજામ કરી દીધો હતો. એટલુ જ નહીં પણ આજ વખતે એક યુવાને ભરાયેલા વરસાદી પાણીમાં બેસી જઈને કાદવકીચડ પોતાના શરીર પર નાખીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. હાઈવે પર થયેલા ચક્કાજામને કારણે એ-ડીવીઝન પોલીસ હરકતમાં આવીને સહકારી જીન ચાર રસ્તા પર દોડી આવી હતી. ત્યારબાદ વિરોધ કરી રહેલા સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો હતો પરંતુ કંટાળેલા સ્થાનિકો હાઈવે ખુલ્લો કરવાનું નામ ન લેતાં આખરે પોલીસે બળપ્રયોગ કર્યો હોવાની બુમ ઉઠવા પામી હતી. ત્યારબાદ પોલીસે વિરોધ કરી રહેલા પાંચથી વધુ સ્થાનિકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા ત્યારબાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
Tags :
Advertisement

.