ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગરમાં કપડાના શો રૂમમાં યુવકની દાદાગીરી, કર્મચારી સાથે કરી મારામારી

જામનગરમાં વધતી દાદાગીરીના વધુ એક દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. શહેરના સૌથી પોષ વિસ્તાર એવા પાર્ક કોલોનીમાં આવેલા કપડાના શોરૂમમાં દાદાગીરીના CCTV સામે આવ્યા છે. ZUDIO ના શોરૂમમાં સમય પૂર્વે એન્ટ્રી ના આપતા ઉશ્કરાયેલા વ્યક્તિએ મહિલા કર્મચારીની હાજરીમાં દાદાગીરી કરી હોવાનું...
01:17 PM May 07, 2023 IST | Dhruv Parmar

જામનગરમાં વધતી દાદાગીરીના વધુ એક દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. શહેરના સૌથી પોષ વિસ્તાર એવા પાર્ક કોલોનીમાં આવેલા કપડાના શોરૂમમાં દાદાગીરીના CCTV સામે આવ્યા છે. ZUDIO ના શોરૂમમાં સમય પૂર્વે એન્ટ્રી ના આપતા ઉશ્કરાયેલા વ્યક્તિએ મહિલા કર્મચારીની હાજરીમાં દાદાગીરી કરી હોવાનું દેખાઈ રહ્યું છે.

CCTV માં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ પોતાની કારમાંથી ધોકો કાઢી કર્મચારી સાથે હાથાપાઈ કરી રહ્યો છે. આ વ્યક્તિનું નામ લકકીરાજસિંહ જાડેજા તરીકે જાણવા મળ્યું છે. બીજી બાજુ શોરૂમના કર્મચારીએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં આ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે વ્યક્તિને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, આગાઉ પણ પટેલ કોલોની વિસ્તારમાં એક યુવકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેના CCTV સામે આવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો, રાજકોટમાં વધુ 2 ના મોત

Tags :
clothing showroomGujaratJamnagarzudio showroom
Next Article