Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget session-2025 : નમો શક્તિ એકસ્પ્રેસ-વે-એક જીવનરેખા

નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોર
budget session 2025   નમો શક્તિ એકસ્પ્રેસ વે એક જીવનરેખા
Advertisement
  • Budget session-2025-બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧,૩૯૩ કરોડના રસ્તાના કામો પૂર્ણ: સહકાર રાજ્ય મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા (Jagadish Vishwakrma)
  • જિલ્લામાં વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને નિવારવા પાલનપુર શહેરમાં ૨૪.૫૩ કિ.મી. લંબાઈ અને ૬૦ મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસની મંજુરી અપાઈ
  • વર્ષ 2025-26ના બજેટમાં નમો શક્તિ એકસ્પ્રેસ-વેડીસા-પીપાવાવ રોડ" માટે અંદાજિત રૂ. 36,120 કરોડની જોગવાઈ કરાઈ

Budget session-2025ની ચર્ચામાં આજે વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુખ્યમંત્રીશ્રી વતી સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(Jagadish Vishwakrma)એ આપતા જણાવ્યું કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1,393 કરોડના કુલ 1,295.30 કિ.મી. રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર

રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં રાજ્યની મોટી એવી બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં 24.53 કિ.મી. લંબાઈ અને 60 મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી આપવામાં આવી છે, જે માટે રૂ.1,075 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.

Advertisement

નમો શક્તિ એકસ્પ્રેસ-વે

મંત્રીશ્રી Jagadish Vishwakrmaએ વધુમાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં નાણામંત્રી  કનુભાઈ દેસાઈએ નમો શક્તિ એકસ્પ્રેસ-વે “ડીસા-પીપાવાવ રોડ' ની ૪૩૦ કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂ. 36,120 કરોડની વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં જોગવાઈ કરી છે. આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.

Advertisement

આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કુલ ૬૬.૧૫ હેકટર જમીનમાં અંદાજે રૂ.1,405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ 116.65 કિ.મી. લાંબી રેલ્વે લાઈનનું રૂ.2,798.16 કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો-Sanand Veeranjali Program : સાણંદ ખાતે શહીદ દિને વીર સપૂતોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gondal ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખના બાયોડીઝલ સહિત સીલ મારેલી ટાંકીની ચોરી

featured-img
ગુજરાત

Kajal Hindustani : સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની ઓનલાઈન ફરિયાદથી ખળભળાટ!

featured-img
ગુજરાત

Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત કરાશે

featured-img
ગુજરાત

Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!

featured-img
ગુજરાત

Mahesana: મહેસાણા RTO અને પોલીસની સંયુક્ત કામગીરી, અંડરએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલક સામે કાર્યવાહી

featured-img
અમદાવાદ

Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

×

Live Tv

Trending News

.

×