Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલનાં રાજાશાહી સમયના બંને હેરીટેજ પુલ જર્જરિત હાલતમાં

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના રાજાશાહી સામેના હોસ્પિટલ તરફ જતાં અને પાંજરાપોળથી ઘોઘવાદર મોવિયાના જોડતા બંને હેરીટેજ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે.ત્યારે કોંગ્રેસના યતીષભાઈ દેસાઈએ કરેલી જાહેરહિતની અરજીના અનુસંધાને હાઈકોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લઈને તંત્રની આકરી ટીકા...
10:19 AM Nov 06, 2023 IST | Maitri makwana

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલના રાજાશાહી સામેના હોસ્પિટલ તરફ જતાં અને પાંજરાપોળથી ઘોઘવાદર મોવિયાના જોડતા બંને હેરીટેજ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે.ત્યારે કોંગ્રેસના યતીષભાઈ દેસાઈએ કરેલી જાહેરહિતની અરજીના અનુસંધાને હાઈકોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લઈને તંત્રની આકરી ટીકા કરી 10 ઓકટોબર પહેલા જોખમી પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો હતો.ત્યાર બાદ તંત્ર સફાળુ જાગી દોડતું થયું છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લા કલેકટર દ્વારા સોમવારના રોજ બંને પુલ પર અવરજવર બંધ કરવા માટે જાહેરનામું બહાર પડવામાં આવશે. વહાણોની વૈકલ્પિક વ્યવસ્થા માટે મુખી પંપ પાસેથી સુરેશ્વર મહાદેવ જવાન રસ્તેથી સુરેશ્વર ચોકડીના માર્ગનો ઉપયોગ કરવામાં આવશે. પાંજરાપોળનો પુલ તથા હોસ્પિટલ ભગવતપરા તરફ જવા માટેનો પુલ મોવિયા, ઘોઘાવદર, જસદણ, ભાવનગર, અમરેલી,બગસરા,ધારી,ઉના,દિવ સહિત ને જોડતો પરીવહન માટે અતિ મહત્વના પુલ છે.અહીથી રોજીંદા 60 થી 70 એસ.ટી બસોની અવરજવર થાય છે.

ઉપરાંત સિમેન્ટ,ઓઈલમીલ,મમરા,જીનીંગ સહિતના ઉદ્યોગ તથા માર્કેટ યાર્ડ માટે માલની હેરાફેરી આ પુલ પરથી થતી હોય છે.સિવિલ હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સો પણ પુલ પરથી પસાર થતી હોય છે.સ્કુલ બસોની આવન જાવન પણ રોજીંદી થતી હોય છે.ભારે વાહનો માટે આ બન્ને પુલ બંધ કરાશે ત્યારે વાહન ચાલકોને અંદાજે 8 થી 10કી.મી.નુ ચક્કર કાપવુ પડશે.

સુરેશ્રવર રોડ પર નદી પરનો પુલ પણ જોખમી છે.હદ થી વધુનુ પરીવહન આ પુલ ખમી શકે કે કેમ એ પણ એક સવાલ છે.વેરીતળાવના નિચાણ ભાગમાં આ પુલ આવ્યો છે.ચોમાસામાં આ પુલ બંધ કરવો પડે છે.ત્યારે બદતર હાલત વચ્ચે આ પુલ સહીતનો માર્ગ વૈકલ્પિક બની શકે કે કેમ? તે અંગે નગરપાલિકા તંત્રએ ગંભીરતાથી વિચારવું રહ્યુ.

આ પણ વાંચો - Rajkot: દિવાળી પુર્વે 25 જેટલી બહેનોની માટીકામની તાલીમ આપવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
dilapidated conditionGondalheritage bridgemaitri makwanaRAJKOTRoyal
Next Article