Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયું, 400 બોટલ રક્ત એકત્ર થયું

ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે ગોંડલ શહેર અને તાલુકાની સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન તેમજ...
gondal   વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયું  400 બોટલ રક્ત એકત્ર થયું

ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે ગોંડલ શહેર અને તાલુકાની સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન તેમજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

blood donation camp was held in Gondal

અનેક કાર્યક્રમો યોજાયા

કાર્યક્રમમાં ઉપસ્થિત તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા જણાવ્યું હતું કે આજરોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ચોથી વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે સમગ્ર ગુજરાતભરમાં 115 જેટલી જગ્યાઓ પર રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ તેમજ સ્કૂલના બાળકોને ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃતિઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે. ત્યારે ગોંડલ શહેર તેમજ તાલુકાની અલગ અલગ સેવાકીય અને સહકારી સંસ્થાઓના આયોજકો તેમજ આગેવાનો અને તમામ રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

blood donation camp was held in Gondal

મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશન કર્યું

ગોંડલના જેલચોકમાં આવેલ પટેલ વાડી ખાતે ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું

Advertisement

blood donation camp was held in Gondal

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની રક્તતુલા કરવામાં આવી

ગોંડલ પટેલવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જયેશભાઈ રાદડિયા નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ લોક લાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્ત તુલા કરવામાં આવી હતી. આ તકે સંસદ સભ્યના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ડો. નૈમિશભાઈ ધડુક રાજકોટ ગોપાલ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પ્રવિણભાઈ રૈયાણી,ખેડૂત નેતા જગદીશભાઈ સાટોડીયા, ગોંડલ તાલુકા સંઘના પ્રમુખ કુરજીભાઈ ભાલાળા , ગોંડલ તાલુકા પંચાયત ના પ્રમુખ ભાર્ગવભાઈ આંદીપરા, કિશોરભાઈ આંદીપરા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

blood donation camp was held in Gondal

કુલ 400 બોટલ રક્ત એકત્ર કરાયું

સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 400 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી. વહેલી સવાર થી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ભોજરાજપરા ગ્રુપ અમિતભાઇ પડારીયા, ઘનસ્યામભાઇ માંલવીયા, જીગરભાઈ સાટોડીયા, હિરેનભાઈ રૈયાણી, મયુરભાઈ સાટોડીયાએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : SURAT : પાર્ટટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડી આચરનારો ઝડપાયો, આવી રીતે આચરતો હતો FRAUD

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.