Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલ, ઘોઘંબા APMC ચૂંટણી માં ભાજપનો ભગવો લહેરાયો

ઘોઘંબા APMC ચૂંટણી મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ પ્રેરિત પેનલના દશ સભ્યોને વધુ મત મળતાં વિજેતા જાહેર કરાયા છે. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જયદ્રથસિંહ પરમારે ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ...
પંચમહાલ  ઘોઘંબા apmc ચૂંટણી માં ભાજપનો ભગવો લહેરાયો

ઘોઘંબા APMC ચૂંટણી મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ પ્રેરિત પેનલના દશ સભ્યોને વધુ મત મળતાં વિજેતા જાહેર કરાયા છે. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જયદ્રથસિંહ પરમારે ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનનો મંત્ર છે કે સહકારથી સરકાર સુધી ભાજપના કાર્યકર્તા મંડ્યા રહે જેથી ખેડૂતોના લાભમાં કોઇ અડચણ ઉભી ન થાય જે અમે સાર્થક કરી બતાવ્યું છે. ઘોઘંબા તાલુકામાં ભાજપ સિવાય બીજો કોઈ પક્ષ છે કે નહીં.

Advertisement

BJP ને સ્પષ્ટ બહુમતિ

Advertisement

ઉલ્લેખનીય છે કે, મતગણતરી દરમિયાન મતદારોએ દશ કરતાં વધુ ઉમેદવારોને મતદાન કરતાં બે બેલેટ પત્રો ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા હતા. અગાઉ વેપારી વિભાગની ચાર બેઠકોમાં ભાજપા પ્રેરિત પેનલના ઉમેદવારો બિન હરીફ થયા હતા આમ ઘોઘંબા APMC માં ભાજપ પ્રેરિત પેનલે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુકાન હાંસલ કર્યુ છે.

Advertisement

6 જુને થયું હતુ મતદાન

ઘોઘંબા APMC ની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વેપારી અને ખેડૂત વિભાગની કુલ 14 બેઠકોમાંથી વેપારી વિભાગની બેઠકો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે ચાર બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જેના બાદ ખેડૂત વિભાગની દશ બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેઓ માટે છ જૂનના રોજ ચૂંટણી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. દરમિયાન ખેડૂત વિભાગના 221 પૈકી 219 મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી દાવેદારોના ભાવિ મતપેટીમાં સીલ કર્યા હતા.

8 રાઉન્ડમાં થઈ મતગણતરી

જેની મતગણતરી આજરોજ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઘોઘંબા APMC ખાતે યોજવામાં આવી હતી. દરમિયાન બે બેલેટ પેપરમાં 10 કરતાં વધુ ઉમેદવારોને મત આપ્યા હોવાનું જણાય આવ્યું હતું જેથી બે મતપત્રો રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આઠ રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલી મતગણતરીના બાદ જાહેર થયેલા પરિણામો ભાજપ પ્રેરિત પેનલના 10 સભ્યોને વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ APMC ની કુલ 14 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલના સભ્યો વિજેતા થતા એAPMC માં ભાજપ પેનલ થકી ભગવો લહેરાયો છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : ૨૦૧૪ પછી મોદી સરકારે લોકોનાં મનમાં લોકશાહી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ ઉભો કર્યોઃ ચંદ્રકાંત પાટિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.