Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri 2024: નવરાત્રીને લઈને પોલીસની સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ, હેલમેટ વિના નીકળ્યા તો 500નો દંડ

પોલીસ દંડ કરવાની સાથે ખેલૈયાને પહેરાવશે હેલ્મેટ ISI પ્રમાણિત હેલ્મેટનું પોલીસ કરશે વિતરણ દરેક ગરબા ક્લબ, ફાર્મ હાઉસ બહાર રહેશે પોલીસ Navratri 2024:  ગણેશ ચતુર્થીનો તહેવાર હવે થોડા દિવસોમાં પૂર્ણ થશે. ત્યારે બાદ હવે ગુજરાતીઓનો સૌથી પ્રિય અને વિશ્વભરમાં...
navratri 2024  નવરાત્રીને લઈને પોલીસની સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ  હેલમેટ વિના નીકળ્યા તો 500નો દંડ
  1. પોલીસ દંડ કરવાની સાથે ખેલૈયાને પહેરાવશે હેલ્મેટ
  2. ISI પ્રમાણિત હેલ્મેટનું પોલીસ કરશે વિતરણ
  3. દરેક ગરબા ક્લબ, ફાર્મ હાઉસ બહાર રહેશે પોલીસ

Navratri 2024:  ગણેશ ચતુર્થીનો તહેવાર હવે થોડા દિવસોમાં પૂર્ણ થશે. ત્યારે બાદ હવે ગુજરાતીઓનો સૌથી પ્રિય અને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તેવો નવરાત્રી (Navratri)નો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો બાઈક પર ગરબા રમવા માટે જતાં હોય છે. આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

Advertisement

હેલમેટ પહેર્યા વિના ખેલૈયા નીકળ્યા તો 500નો દંડ થશે

નોંધનીય છે કે, હેલમેટ પહેર્યા વિના ખેલૈયા નીકળ્યા તો 500નો દંડ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પોલીસ દંડ કરવાની સાથે ખેલૈયાને હેલ્મેટ પણ પહેરાવશે. આ સૌથી મોટી ડ્રાઇવ હશે કે જેમાં તમારા દંડના પૈસાથી હેલ્મેટ મળશે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા ISI પ્રમાણિત હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને દરેક ગરબા ક્લબ અને ફાર્મ હાઉસ બહાર પોલીસ તૈનાત રહેશે અને આ ડ્રાઇવ ચલાવશે. એટલું જ નહીં 9 દિવસમાં 10 હજાર હેલ્મેટનું પોલીસ વિતરણ કરશે. નિયમ મુજબ રાત્રે પણ હેલ્મેટ પહેરવું ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ, Ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા

Advertisement

ગુજરાતીઓમાં ગરબાને લઈને ખુબ જ ઉત્સાહ હોય છે. એટલું જ નહીં પરંતુ લોકો ગરબા રમવા માટે ઘરથી કેટલાય દુર જતા હોય છે.  જેથી લોકોએ હેલમેટ પહેર્યા વિના ખેલૈયા ના નીકળવું જોઈએ. કારણે ક્યારે શું બનશે તેનું કોઈ નક્કી હોતું નથી. આ માટે થઈને પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જો કે, ખેલૈયા હેલ્મેટ પહેર્યા વિના નિકળ્યા તો પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે અને તેના બદલામાં હેલ્મેટ આપવામાં આવશે.

Tags :
Advertisement

.