Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને...

ભાજપના એક જૂથ સહિત કેટલાંક લોકોએ કર્યો હુમલો કારોબારી ચેરમેન, પાલિકા પ્રમુખ સાથે મારામારી જનતાના કાર્યો બાજુમાંને ચૂંટાયેલા પ્રતિનિધિ બાખડ્યા ઉગ્ર બોલાચાલી, તોડફોડ, લાફાવાળીના દ્રશ્યો સર્જાયા kalol: કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામસામે આવ્યાં હોવાનું...
kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો  ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને
  1. ભાજપના એક જૂથ સહિત કેટલાંક લોકોએ કર્યો હુમલો
  2. કારોબારી ચેરમેન, પાલિકા પ્રમુખ સાથે મારામારી
  3. જનતાના કાર્યો બાજુમાંને ચૂંટાયેલા પ્રતિનિધિ બાખડ્યા
  4. ઉગ્ર બોલાચાલી, તોડફોડ, લાફાવાળીના દ્રશ્યો સર્જાયા

kalol: કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામસામે આવ્યાં હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતાં એક જૂથ દ્વારા kalol નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને રજુઆત કરવામાં આવી અને તે દરમિયાન તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે...

Advertisement

કલોલ બીજેપીમાં ચાલતો વિખવાદ સરેઆમ જાહેર થયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રજાના કામ ન થતા હોવાનો આક્ષેપ, 200થી વધુ લોકોનું ટોળું ઘુસી જતા પોલીસને બોલાવી પડી હતી. ખાસ કરીને વાત કરવામાં આવો તો, એક જ પક્ષના હોવા છતાં વિવાદ સામે આવ્યો છે. kalol બીજેપીમાં ચાલતો વિખવાદ અત્યારે સરેઆમ જાહેર થયો છે. વિકાસ કામોને લઈ કલોલ શાસક પક્ષ બીજેપીના બે જૂથો સામસામે આવી ગયા અને મારામારી પણ કરી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયો પ્રમાણે કલોલ પાલિકામાં જ ‘દે ધના ધન લાફા વાળી’ થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Bharti Ashram Vivad : આશ્રમનાં મેનેજર સામે ઋષિ ભારતી બાપુનાં ગંભીર આક્ષેપ, કહ્યું- લુખ્ખા તત્વો સાથે આવીને..!

Advertisement

છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો હતો આ વિખવાદ

નોંધનીય છે કે, અગાઉ વિકાસ મુદ્દે રાજનીતિમાં હાલ તો પ્રજા રસ્તા ઉપર આવી ગઈ છે અને પોતાનો વિરોધ નોંધાવી રહીં છે. પરંતુ અત્યારે થોડા સમય અગાઉ ધારાસભ્યની ગ્રાન્ટની 80/20 ના વિકાસ કામોનું ટેન્ડર ઉપર બકાજી ઠાકોરે ટેન્ડર રદ કરવા અંગે પત્ર લખ્યો હતો. જે બાદ પાલિકા દ્વારા રિટેન્ડરિંગ થયું અને કોર્પોરેટરો પણ એ જ રીતે કામ રોકાવી દીધું હતું. છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ આજે લોકોનું ટોળું નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું અને હોબાળો મચાવી દીધો હતો. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Kutch : રૂંવાડા ઊભા કરે એવી ઘટના! ઘરે જતી માતા-પુત્રીને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી અને પછી..!

Tags :
Advertisement

.