ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ભૂપેશભાઈ પ્રજાપતિનો અવિરત સેવાયજ્ઞ

ભૂપેશભાઈ પ્રજાપતિ (Bhupesh Prajapati) પોતાના કેટરિંગના (Catering Business) વ્યવસાય થકી દેશ-વિદેશમાં નામના મેળવવાની સાથે સાથે ગુજરાત (Gujarat) અને દેશની સેવા કરવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યાં છે. જ્યારે-જ્યારે પણ દેશ અને ગુજરાત પર મુશ્કેલી આવી ત્યારે ત્યારે ભુપેશભાઈ આગળ આવી પોતાની...
03:55 PM Jul 06, 2023 IST | Viral Joshi

ભૂપેશભાઈ પ્રજાપતિ (Bhupesh Prajapati) પોતાના કેટરિંગના (Catering Business) વ્યવસાય થકી દેશ-વિદેશમાં નામના મેળવવાની સાથે સાથે ગુજરાત (Gujarat) અને દેશની સેવા કરવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યાં છે. જ્યારે-જ્યારે પણ દેશ અને ગુજરાત પર મુશ્કેલી આવી ત્યારે ત્યારે ભુપેશભાઈ આગળ આવી પોતાની સેવા આપી છે. પૈસા કમાવવાની સાથે તેમણે લોકોના તેમની સેવા થકી લોકોના દિલમાં પણ જગ્યા બનાવી છે.

દેશ અને લોકોની સેવામાં હંમેશા તત્પર

ભૂપેશભાઈ (Bhupesh Prajapati) પહેલાથી જ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. કુદરતી આફત હોય, સામાજિક ઉત્થાન,પર્યાવરણ સુરક્ષા, પશુ પક્ષીઓ,અન્નદાન તથા વિવિધ સેવાઓ માટે તેઓ લોકોને મદદ કરતા રહ્યાં છે. તેમને ગૌ સેવા પ્રત્યે પણ વિશેષ પ્રેમ અને લાગણી છે. તેઓ માને છે કે ગૌ સેવાથી ઉત્તમ અન્ય કોઈ સેવા નથી.. અને તેના માટે હંમેશા તેઓ તત્પર રહે છે. પોતાની આ સેવા ભાવના થકી તેમને વર્ષ 2017 માં પોતાની સંસ્થા NPP સેવા ટ્રસ્ટની સ્થાપના કરી અને હવે તેઓ પોતાના ટ્રસ્ટ થકી પોતાની સેવાકીય પ્રવૃત્તિને વિશેષ વેગ આપ્યો. આજે તેમનું ટ્રસ્ટ પશુ-પક્ષી, આરોગ્ય શિક્ષા, અનાથ સેવા, સમાજસેવા, ગૌ સેવા અને રાષ્ટ્ર સેવા માટે વિશેષ કાર્યો કરી રહ્યું છે... જેમાં ઉત્તમ દાખલાઓ તેમણે સ્થાપિત કર્યા છે.

બિઝનેસની સાથે સામાજીક જવાબદારીને પણ પ્રાધાન્ય

તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે માટીના કુંડા મોટેપાયે વિતરણ કરતા હોય છે. જેથી પશુ પક્ષીઓને ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા ઠેક ઠેકાણે મળી રહે. સાથે સાથે ગાયો માટે ઘાસ ચારાની પણ વ્યવસ્થાની ચિંતા તેઓ કરતા રહે છે. શિક્ષણ સેવામાં દર વર્ષે બાળકોને સ્કૂલની કીટ વિતરણનું પણ કામ તેમની સંસ્થા વર્ષોથી કરે છે. કુદરતી આફતના સમયે NPP સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશભાઈ પ્રજાપતિ (Bhupesh Prajapati) જેમનો પોતેની કેટરિંગનો (Catering Business) પણ વ્યવસાય છે તેથી જરૂરિયાત મંદ, ગરીબ લોકોને અન્ન પહોંચાડવાની વિશેષ જવાબદારી તેઓ વર્ષોથી નિભાવતા આવ્યા છે. પછી તે કુદરતી પ્રકોપ હોય કે અન્ય કોઈ આફત તેમને ત્યાંથી ફૂડ પેકેટ વિતરણ સતત તેઓ કરતા રહે છે.. તેમણે તાજેતરમાં પોતાનું નવું મકાન વસાવ્યું અને ત્યાં કોઈ કથા કે હવન કર્યા વગર પોતાના ઘરમાં પોતાની માતાની પૂજા અને ગૌ માતાને પ્રવેશ કરાવી ગૌ પૂજન કરાવી અને નવા ઘરનું મુહૂર્ત કર્યું હતું.

પર્યાવરણ પ્રેમ

ભૂપેશભાઈ પર્યાવરણને લઈને પણ હંમેશા વિશેષ ચિંતન કરતા હોય છે. તેથી જ તેમણે અમદાવાદના ફરતા રીંગરોડ ઉપર મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કર્યો હતો... અને દર વર્ષે વૃક્ષારોપણ માટે તેઓ વિશેષ કામગીરી કરતા હોય છે... તેમનો નારો છે કે તમારા સ્મશાનના લાકડા થાય તેટલા ઝાડ તો દરેક વ્યક્તિએ જીવનમાં વાવવા જ જોઈએ. અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણની સાથે સાથે તેઓ વિવિધ સ્કૂલો હોસ્પિટલો અને કોલેજોમાં પણ મોટેભાગે વૃક્ષારોપણ કરતા હોય છે. સાથે સાથે તેમણે ત્રણ લાખ જેટલા તુલસીના રોપા વિતરણનો પણ અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હતો અને સમગ્ર અમદાવાદ શહેરમાં તુલસીના રોપાનું મફતમાં વિતરણ કરી પર્યાવરણ ક્ષેત્રે વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કોરોનાકાળમાં પણ અવિરત સેવાયજ્ઞ

ગૌ સેવા અને ગૌ ની મહિમા લોકો સુધી પહોંચે તેના માટે તેમણે અમદાવાદમાં સર્વ ધર્મ સંમેલન પણ આયોજિત કર્યું હતું. કોરોના કાળમાં પણ ભૂપેશભાઈ પ્રજાપતિ અને તેમની રસોઈની સાથે સાથે તેમના એનપીપી સેવા ટ્રસ્ટ થકી લોકોની સાથે, પોલીસ કર્મીઓની સાથે અને પરદેશ જનારા પરદેશીઓની સાથે કદમથી કદમ મિલાવી અને ઊભા રહ્યા હતા.આ રીતે ભૂપેશભાઇ એક બિઝનેસમેન તરીકે તો તેઓ પોતાના જીવનમાં સફળ થયા જ પરંતુ સામાજિક જવાબદારી પણ તેમને બખુંબી નિભાવી જાણી છે.

આ પણ વાંચો : CM BHUPENDRA PATEL બાળકો સાથે માંડી ગોઠડી, વિદ્યાર્થીઓને જીવન જીવવાના પાઠ ભણાવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bhupesh PrajapatiBusinessBusiness ManCatering BusinessGUJARATIsocial service
Next Article