Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શૂન્યમાંથી સર્જન કરનારા ભુપેશભાઈ પ્રજાપતિએ કેટરિંગ બિઝનેસને આપી છે નવી ઓળખ

શૂન્યમાંથી સર્જન કરનારા અનેક લોકોના રસપ્રદ કિસ્સાઓ કહાનીઓ આપણે સાંભળી છે, તેમને જોયા છે, આજે આવી જ એક હસ્તીને આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છે. વાત છે અમદાવાદમાં (Ahmedabad) કેટરિંગ ક્ષેત્રે વિશેષ નામના મેળવનાર ભુપેશભાઈ પ્રજાપતિની (Bhupesh Prajapati). 17 વર્ષની...
05:00 PM Jul 06, 2023 IST | Viral Joshi

શૂન્યમાંથી સર્જન કરનારા અનેક લોકોના રસપ્રદ કિસ્સાઓ કહાનીઓ આપણે સાંભળી છે, તેમને જોયા છે, આજે આવી જ એક હસ્તીને આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છે. વાત છે અમદાવાદમાં (Ahmedabad) કેટરિંગ ક્ષેત્રે વિશેષ નામના મેળવનાર ભુપેશભાઈ પ્રજાપતિની (Bhupesh Prajapati). 17 વર્ષની ઉંમરે તેઓ અમદાવાદમાં (Ahmedabad) રોજી રોટી માટે આવ્યા અને આજે પોતાના રસોઈના હુનર થકી વિશ્વસ્તરે નામના મેળવી છે.

વેઈટરથી કારકિર્દીની શરૂઆત કરી, વૈશ્વિક સ્તરે બિઝનેસ વિસ્તાર્યો

17 વર્ષની ઉંમરે અમદાવાદમાં (Ahmedabad) આવી ભુપેશભાઈ પ્રજાપતિએ (Bhupesh Prajapati) અમદાવાદની એક હોટલમાં વેઈટરની નોકરીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને શૂન્યમાંથી પોતાનું સર્જન કર્યું. આજે અમદાવાદ નહીં, ગુજરાત નહીં, દેશ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કેટરિંગ સર્વિસનો ડંકો ભુપેશભાઈએ વગાડ્યો છે. ભુપેશભાઈ પ્રજાપતિ પોતે ઘણો સંઘર્ષ કર્યો અને આજે તેમણે પોતાના હુન્નર થકી મલેશિયામાં કેટરીંગ ક્ષેત્રમાં વિશ્વ સ્તરીય એવોર્ડ મેળવી અને કેટરિંગ ક્ષેત્રે વિશેષ નામના ખ્યાતિ મેળવી છે.

બે વર્ષની વેઈટરની કારકિર્દીમાં રસોઈનું હુનર કેળવ્યું

ત્રણ વર્ષ વેઈટર તરીકે નોકરી કર્યા બાદ તેમને મીઠાઈની દુકાનમાં નોકરી મળી અને ત્યાં વિવિધ મીઠાઈઓ બનાવવાની આવડત કેળવી બે વર્ષથી આ નોકરી કર્યા બાદ તેમને નાના નાના રસોડા લેવાની શરૂઆત કરી હતી અને લોકોએ તેમની રસોઈની ભરપૂર પ્રશંસા કરી. બસ ત્યાથી જ હાર માન્યા વગર આગળ વધતા ગયા અને પાછું વળીને જોયું નહીં.

શૅફની આવડત કેળવી અલગ ઓળખ ઉભી કરી

સતત પોતાની શૅફ તરીકેની આવડત થકી કેટરિંગ વ્યવસાયમાં ઝળહળતી સફળતા મેળવી. વિવિધ સેક્ટરમાં કેટરિંગના કામ શરૂ કર્યા પછી તે પોલિટિકલ પાર્ટીના પ્રસંગો હોય કે મોટી કોર્પોરેટ કંપનીના હોય, સારા-નરસા કોઈ પણ પ્રસંગો હોય ભૂપેશભાઈના કેટરર્સની અચૂક હાજરી જોવા મળતી.

અનેક સમ્માન મળ્યા

150 થી વધારે સમ્માન

સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગો, તથા મીડિયા તરફથી પણ સમયાંતરે તેમને વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ નાના મોટા 150 થી વધુ એવોર્ડ્સ મેળવી પોતાના વ્યવસાયને ફાઈવ સ્ટાર સ્તરે પહોંચાડ્યો છે.

આ પણ વાંચો : કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ભૂપેશભાઈ પ્રજાપતિનો અવિરત સેવાયજ્ઞ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bhupesh PrajapatiBusinessBusiness ManCatering BusinessGUJARATIsocial service
Next Article