BHAVNAGAR : શહેરના મહિલા બાગની હાલત બિસ્માર, બાગને રીડેવલોપ કરવામાં આવે તેવી માંગ ઉઠી
અહેવાલ - કુણાલ બારડ ભાવનગરમાં આમ તો વિકાસની વાતો કરતા નેતાઓને વિકાસ માત્ર કાગળ પર કરી સસ્તી પ્રસિદ્ધિ માં રસ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે શહેરની મધ્યમાં આવેલ મહિલા બાગનો વિકાસ આખે ઉડીને વળગે તેવો થયો છે. છેલ્લા...
03:42 PM Dec 01, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - કુણાલ બારડ
ભાવનગરમાં આમ તો વિકાસની વાતો કરતા નેતાઓને વિકાસ માત્ર કાગળ પર કરી સસ્તી પ્રસિદ્ધિ માં રસ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે શહેરની મધ્યમાં આવેલ મહિલા બાગનો વિકાસ આખે ઉડીને વળગે તેવો થયો છે. છેલ્લા ઘણા સમયથી મહિલા બાગની હાલત બતરહાલત બની ગઈ છે. બાગમાં આવેલ બાળકોને રમત ગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ બાગમાં લોકોને બેસવા માટેનાં બાકડાની હાલત પણ કઈક આવી જ જોવા મળી રહી છે તો સાથે બાગમાં રહેલ લાઈટીંગ તેમજ પાણી કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી. બાગમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગો નજરે ચડે છે ત્યારે આ બાબતે શહેરની સ્થાનિક સમાજ સેવી મહિલાઓએ મનપા કચેરી અનેક વાર રજૂઆત કરવા છતાં બાગની મરામત કે સમાર કામ કરવામાં આવ્યું નથી.
તો આજ મુદ્દે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખને પૂછતા જણાવેલ કે મહિલા બાગની દુર્દશા છેલ્લા ઘણા સમયથી થઇ છે. આ બાબતે અમે મેયરને જાણ પણ કરી હોવા છતાં સત્તા પક્ષના પેટનું પાણી નથી હાલતું. ભાવનગરમાં સાંસદ પણ મહિલા છે, સાથે મંત્રી પણ ભાવનગરના છે તેમજ મેયર પણ ભાવનગરના હોવા છતાં બાગને રીડેવલોપ અથવા આ બાગનું સમાર કામ કરવામાં આવ્યું નથી. ત્યારે જ્યાં કરોડોનો ખર્ચો જ્યાં કરવાનો હતો.
આ બાબતે મનપાના સ્ટેડિંગ કમીટીના ચેરમેનને પૂછતા મનપા સ્ટેડિંગ ચેરમેન એ જાણાવેલ કે જે તે સમય એ મહિલા બાગને રોયલ મોડેલ બનવાની વાત જાહેરાત થઇ હશે પરંતુ હજુ સુધી કમિશનર સુધી આ બાગને રી ડેવલોપની ફાઈલ આવી નથી. તો સાથે જણાવેલ કે બાગમાં આવારા તત્વોનું દુષણ પણ વધી ગયું છે, તેને ડામવા માટે મનપા દ્વારા ટુક સમયમાં મહિલા સિક્યુરીટી ગાર્ડ પણ મુકવામાં આવશે તો સાથે આ બાગની જાળવણી સારી રીતે થાય તે માટે નકર પગલાં ભરવામાં આવશે તો સાથે મનપાનો લોખંડનો ભંગાર આ બાગમાં સડી રહ્યો છે. તેનો નિકાલ તાત્કાલિક દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને બાગની જાણવણી થાય તેવા પગલાં ભરીશું તેમ જણાવેલ.
ભાવનગર શહેરનો એકમાત્ર મહિલા બાગની હાલત શહેરના એક માત્ર મહિલા મેયર મહિલા,બાળ વિકાસ મંત્રીને ધ્યાને પણ ચડતી નથી. ત્યારે માની શકાય છે કે બનાવેલા મહિલા નેતાઓ માત્ર કટપુતળી છે બાકી વહીવટ બીજા કરે છે.
આ પણ વાંચો --Dabhoi:દર્ભાવતી તાલુકાનાં કુંઢેલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ
Next Article