ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar: શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, નજીકના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું

ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું Bhavnagar જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો Bhavnagar: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેથી ભાવનગર (Bhavnagar)નો...
09:26 AM Sep 30, 2024 IST | VIMAL PRAJAPATI
Bhavnagar
  1. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા
  2. કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું
  3. Bhavnagar જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો

Bhavnagar: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેથી ભાવનગર (Bhavnagar)નો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત પાંચમા વર્ષ પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Vadodara flood: વડોદરા ફરી જળબંબાકાર,સોમવારે શાળાઓમાં રજા જાહેર

શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 15 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરાયો

શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ

ચાલુ વર્ષે પહેલી વખત ઓવરફ્લો થતાં 20 દરવાજાઓ 1 ફુટ ખોલવામાં આવ્યા છે, શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ ડેમના રૂલ્સ લેવલ જાળવવા માટે જે રીતે પાણીની આવક થઈ રહી છે તે જ રીતે નદીના પટમાં શેત્રુંજી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે, ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર (Bhavnagar), પાલિતાણા અને ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તેની સાથોસાથ ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે. જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

આ પણ વાંચો: Rain Forecast: ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Tags :
BhavnagarBhavnagar Newsdam overflowsGujarati NewsShetrunji damShetrunji dam NewsShetrunji dam overflowsVimal Prajapati
Next Article