Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar: તસ્કરોની હિંમત તો જુઓ! આખો આઈસર ટ્રક લઈને આવ્યા ચોરી કરવા

Bhavnagar: ગુજરાતમાં ચોરો હવે ફિલ્મી ઢબે ચોરીઓ કરવા લાગ્યા છે. ભાવનગરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરવા જાય તો ચોરી છૂપે જતો હોય છે, પરંતુ ભાવનગર (Bhavnagar)માં તો ચોરોએ હદ કરી દીધી છે....
bhavnagar  તસ્કરોની હિંમત તો જુઓ  આખો આઈસર ટ્રક લઈને આવ્યા ચોરી કરવા

Bhavnagar: ગુજરાતમાં ચોરો હવે ફિલ્મી ઢબે ચોરીઓ કરવા લાગ્યા છે. ભાવનગરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરવા જાય તો ચોરી છૂપે જતો હોય છે, પરંતુ ભાવનગર (Bhavnagar)માં તો ચોરોએ હદ કરી દીધી છે. આ ચોરોની હિંમત પણ ખરેખર કહેવી પડે હો! ભાવનગર (Bhavnagar)માં ચોરો ચોરી કરવા માટે આખો આઈશર ટ્રક લઈને આવ્યા હતા. જો કે, ચોરી તો તેઓ ના કરી શક્યા પરંતુ હા ચોરીનો સામાન ભરવા માટે સાથે લાવેલો ટ્રક પણ મૂકીને ભાગવું પડ્યું હતું.

Advertisement

ટ્રક ડેલામાં ઘુસાડી માલસમાનની ચોરીનો પ્રયાસ કર્યો

આ બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયા રોડ પરના ડેલા પાસે તોફીકભાઈ ઇકબાલભાઈ મારફાણીએ ડેલો ભાડે રાખી ત્યાં અલંગના ભંગારનો વેપાર કરતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો આઈશર ટ્રક લઈ અને ત્યાંના સિક્યુરિટી ગાર્ડને માર મારી બાંધી દઈ આઇસર ટ્રક ડેલામાં ઘુસાડી માલસમાનની ચોરીનો પ્રયાસ કરતા હતા. નોંધનીય છે કે, આ દરમિયાન સ્થાનિક લોકો જોઈ જતા આ ઈસમો ત્યા જ ટ્રક મુકી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આખો ટ્રક લઈને ચોરી કરવા માટે પહોંચ્યા ચોરો

ચોરો ચોરી કરવામાં માટે કેટલી હિંમત લઈને આવ્યા હશે કે, આખો ટ્રક લઈને ચોરી કરવા માટે પહોંચ્યા હતા. પણ તેમને હાથ કઈ લાગ્યું નહોતું, ઉલટાનું સાથે લાગેવો ટ્રક પણ મુકીને ભાગવું પડ્યું હતું. નોંધનીય છે કે, સ્થાનિકનો જાણ થઈ જતા લોકોએ હલ્લાબોલ કર્યો અને ચોરી ટ્રક મુકીને ત્યાથી ભાગી ગયા હતા. જો કે, ચોરો કોણ હતા તે મામલે અત્યારે કોઈ વિગતો સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો: Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Paper leak નું એપી સેન્ટર બન્યું ગુજરાત? વધુ એક કૌભાંડમાં આવ્યું નામ

આ પણ વાંચો: Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Tags :
Advertisement

.