Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: 29 જિંદગી સામે પ્રશાસન લાચાર! સ્થાનિકોની કોઠા સુજે બચાવ્યો તમામ લોકોનો જીવ

માલેશ્રી નદીના પ્રવાહમાં ફસાઈ હતી તામિલનાડુના શ્રધ્ધાળુઓની બાસ 29 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ થતા તંત્રએ રહાતનો શ્વાસ લીધો સ્થાનિકોની કોઠા સુજથી તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો માલેશ્રી નદીના પાણીમાં શ્રદ્ધાળુઓ છેલ્લી 8 કલાકથી ફસાયા હતા Bhavnagar: ભાવનગર કોળિયાક ખાતે...
bhavnagar  29 જિંદગી સામે પ્રશાસન લાચાર  સ્થાનિકોની કોઠા સુજે બચાવ્યો તમામ લોકોનો જીવ
Advertisement
  1. માલેશ્રી નદીના પ્રવાહમાં ફસાઈ હતી તામિલનાડુના શ્રધ્ધાળુઓની બાસ
  2. 29 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ થતા તંત્રએ રહાતનો શ્વાસ લીધો
  3. સ્થાનિકોની કોઠા સુજથી તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો
  4. માલેશ્રી નદીના પાણીમાં શ્રદ્ધાળુઓ છેલ્લી 8 કલાકથી ફસાયા હતા

Bhavnagar: ભાવનગર કોળિયાક ખાતે મોડી રાત્રે તામિલનાડુથી આવેલી એક બસ પાણીના વહેણમાં ફસાઈ હતી. બસમાં સવાર 27 શ્રધ્ધાળુઓ સહિત 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. અહીં તેમની મદદે આવેલી ટ્રક પણ આ પાણીના પ્રવાહમાં અટવાઈ જતા ભારે મુશ્કેલી સર્જાણી હતી. જો કે, ભારે જહેમત બાદ તમામ લોકોને બચાલી લેવામાં આવ્યાં છે. સ્થાનિકોની મદદ વિના આ કામ ખુબ જ અઘરૂ હતું. કારણ કે, આ રેસ્ક્યુની અંદર છ કલાક વિતી ગયા હોવા છતાં સ્થળ પર લાઈટ કે કોઈ સાધનો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કોઈ પણ પ્રકારની આ લોકોને બચાવવા માટે વ્યવસ્થા નહોતી. આખરે મદદમાં આવેલા કાર લઈને આવેલા લોકોની કારની લાઇટો રાખીને રેસ્ક્યુ શરૂ રાખવું પડ્યું હતું.

Advertisement

ભારે વરસાદ થતા ઘોઘાની માલેશ્રી નદીમાં ભારે ઘોડાપુર આવ્યું

ભાવનગર કોળિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન માટે દક્ષિણ ભારત તામિલનાડુમાંથી એક ખાનગી બસ લઈને 29 લોકો ખાસ દર્શન કરવા આવ્યાં હતાં. જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી અવિરત વરસાદને લઈને ઘોઘા વિસ્તારમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસી જતા ઘોઘાની માલેશ્રી નદીમાં ભારે ઘોડાપુર આવ્યું છે. જેથી દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રાળુઓની બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણ પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસ ફસાણી હતી.

Advertisement

આ પણ વાંચો: Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી

બસ ફસાતા 29 લોકોના જીવ જોખમમાં મુકાયા

નોંધનીય છે કે, 27 યાત્રાળુ અને ડ્રાઇવર ક્લિનર સહિત 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બસ પાણીમાં ફસાતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક તંત્રને ગામના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઇને તાત્કાલિક ધોરણે ઘોઘાના મામલતદાર અને વહીવટી તંત્ર પોલીસ વિભાગ સહિત મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બે કાબૂક થતા ભાવનગર કલેકટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્યમાં જોડાયા હતા અને ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગ ની ટીમ અને સ્થાનિક લોકો તરવિયા સહિત મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો.

આ પણ વાંચો: Ahmedabad : IIM કેમ્પસની હોસ્ટેલમાં 24 વર્ષીય વિધાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત

કમનસીબે ટ્રક પણ પાણીના પ્રવાહમાં અટવાઈ ગઈ હતી

એક ટ્રક દ્વારા બસની નજીક ટ્રકને પહોંચાડી સલામત રીતે 29 લોકોને બસનો કાચ ફોડીને રેસ્ક્યુ કરીને તમામ લોકોને ટ્રકમાં લઈ લેવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે ટ્રક પણ આ પાણીના પ્રવાહમાં અટવાઈ જતા ભારે મુશ્કેલી સર્જાણી હતી. આખરે 29 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, સૌથી મોટી કરુણતાની વાત એ છે કે, રાજ્ય સરકાર ભલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવાની વાત કરતી હોય. પરંતુ આ રેસ્ક્યુની અંદર છ કલાક વિતી ગયા હોવા છતાં સ્થળ પર લાઈટ કે કોઈ સાધનો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કોઈ પણ પ્રકારની આ લોકોને બચાવવા માટે વ્યવસ્થા નહોતી.

આખરે સ્થાનિકોની મદદથી તમામ લોકોને બચાવી લેવાયા

નોંધનીય છે કે, મદદમાં એક્વેલ લોકોએ ના છૂટકે અંધારામાં રેસ્ક્યુ કરવું પડી રહ્યું હતુ. અને આખરે મદદમાં આવેલા કાર લઈને આવેલા લોકોની કારની લાઇટો રાખીને રેસ્ક્યુ શરૂ રાખવું પડ્યું હતું. સ્થળ પર જનરેટર કે મોટી હેલોજન લાઈટો જેવી સામાન્ય વ્યવસ્થા નહોતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ના વખાણ કરી રહી છે તેમના પર સવાલો ઊભા થઈ રહ્યા છે ? આખરે આ ઘટનામાં ભાવનગર કલેકટર દ્વારા એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ અમરેલી થી ભાવનગર ના કોળિયાક પહોંચી હતી, એનડીઆરએફ ની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!

 

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
રાષ્ટ્રીય

ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

featured-img
રાષ્ટ્રીય

100 વિદ્યાર્થીનીઓના શર્ટ કઢાવી નાખ્યા, માત્ર બ્લેઝર પહેરાવીને ઘરે મોકલાઇ

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક

×

Live Tv

Trending News

.

×