Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar: મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારી આક્ષેપ, જાણો સમગ્ર મામલો

પરિવારે પોલીસ ની કામગીરી પર ઉઠાવ્યા સવાલ મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા પોલીસ કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી Bhavnagar: ભાવનગર મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. વધારે વિગતે વાત...
bhavnagar  મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારી આક્ષેપ  જાણો સમગ્ર મામલો
  1. પરિવારે પોલીસ ની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
  2. મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા
  3. પોલીસ કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી

Bhavnagar: ભાવનગર મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્ત્રી રોગના ઈલાજ માટે કળસાર સદભાવના હોસ્પિટલ ખાતે કાજલબેન બારૈયાને દાખલ કરાયા હતા. પ્રથમ મહુવા અને બાદમાં ભાવનગર લઈ જતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું. જેથી અત્યારે (Bhavnagar) મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીના આક્ષેપો કરાયા છે.

Advertisement

આ પણ વાંચો: PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Advertisement

મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા

વધારે વિગતે વાત કરવામાં આવે તો બેદરકારીના આક્ષેપો હોવા છતાં પોલીસ દ્વારા FRI નહીં નોંધાતા ગ્રામ લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે તેણીના પતિ નીતેશભાઇએ પણ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Advertisement

નોંધનીય છે કે, મૃતક મહિલાના પતિએ પણ આજે આત્મહત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અત્યારે પરિવાર સહિત ગ્રામજનોએ મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આક્ષેપો કર્યા છે. આ સાથે સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ઘમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Black Magic Bill : કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે BJP-કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં

Tags :
Advertisement

.