Bhavnagar: 20 જેટલા ગામોના લોકો પાણી માટે વલખાં મારવા મજબૂર, તંત્ર ઘોર નિંદ્રામાં!
- છેલ્લા દોઢ માસથી મહિપરી યોજના હેઠળ પાણી નહીં મળતા લોકો પરેશાન
- મોંઘાભાવે લોકો ટેન્કર મંગાવી પાણીની વ્યવસ્થા કરવા માટે મજબૂર
- પાણી નહીં મળતા 15 થી 20 જેટલા ગામોના લોકો હેરાન
Bhavnagar: ગુજરાતમાં હજી તો શિયાળીની માત્ર શરૂઆત થઈ છે. ઉનાળાને તો હજી કેટલાય મહિનાઓની વાર છે, છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણીની તંગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર (Bhavnagar) જિલ્લાના 20 જેટલા ગામોના લોકોએ પાણી માટે વલખાં મારવા મજબૂર થવું પડી રહ્યું છે. પાલીતાણા તાલુકાના રંડોળા સગાપરા સહિતના 20 જેટલા ગામો મહિપરી યોજના થકી પાણીનો ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા દોઢ માસથી મહિપરી યોજના હેઠળ પાણી ન મળતા લોકો ટેન્કર મંગાવી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે.
ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા વર્તાવા લાગી
પ્રશ્ન હવે ત્યાં છે કે, શિયાળામાં પણ જો પાણીની તકલીફ પડી રહીં છે તો ઉનાળામાં શું થશે? આટલી મોટી સમસ્યા છે પરંતુ તેમ છતાં તંત્ર મૌન છે! ત્યારે ગામના લોકો સરકાર પાસે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ કરી રહ્યા છે. છેલ્લા દોઢ માસ થી મહિપરી યોજના હેઠળ પાણી નહીં મળતા 20 જેટલા ગામો ના લોકો પાણી માટે ઝઝુમી રહિયા છે બહારથી મસ મોટા પૈસા આપી ટેન્કર મંગાવી પાણીનો ઉપયોગ કરી રહિયા છે, ત્યારે તાકીદે પાણી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Surat: પાટણની મેડિકલ કોલેજના રેગિંગ કેસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતર્ક
પાણી નહીં મળતા 15 થી 20 જેટલા ગામોના લોકો હેરાન
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના 20 જેટલા ગામોમાં છેલ્લા દોઢ માસથી પાણી નહીં મળતા 15 થી 20 જેટલા ગામોના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, પરંતુ નઘરોળ તંત્રના પેટનું પાણી નથી હલતું. છેલ્લા દોઢ માસથી તંત્ર રજૂઆત કરી થકી ચુક્યા લોકોને હાલ બહારથી મસ મોટા પૈસા આપી માંગવા મજબૂર થવું પડી રહ્યું છે. આ બાબતે ગ્રામજનોએનું કહેવું છે કે, અહીં માત્ર એક ગામ નહીં પરંતુ પાલીતાણા તાલુકાના 20 ગામોમાં ભરશિયાળે પાણીની પારાયણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...
અધિકારીઓ ક્યારે સાંભળશે લોકોની ફરિયાદ?
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ભરશિયાળે પાણીની અછત સર્જાઈ હજુ તો શિયાળોની ઋતુ ચાલુ છે તેવામાં ભાવનગર જિલ્લાના ગ્રામ વિસ્તારના લોકોને પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલીતાણા તાલુકાના રંડોળા, સગાપરા, 1 ભુડરખા, 2 ભુડરખા, વીરપુર, લુવારવાવ, 1 જામવાળી, જામવાળી, 2 પીપરડી અને ભાદાવાવ સહિતના ગામોમાં પાણીની પોકાર જોવા મળી રહી છે. પરંતુ નિભર તંત્રના સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં બેસીને મજા માણી રહ્યાં છે પરંતુ ગ્રામજનોની વ્યથા અને વેદના ક્યારે સરકારી બાબુ ઓ સાંભળશે તે એક પ્રશ્ન છે.
આ પણ વાંચો: Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ