Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: ATS અને SOG પોલીસનું સફળ ઓપરેશન, ડ્રગ્સનું રો-મટીરિયલ ઝડપાયું

31 કરોડનો જથ્થો જપ્ત કરી આરોપી પંકજ રાજપુતની ધરપકડ ઝડપાયેલા પંકજ રાજપુતની પૂછપરછમાં વધુ 2ના નામ ખોલ્યા 10 દિવસના રિમાન્ડ મંજૂર થતા અનેક વિસ્ફોટ થઈ શકે તેવા એંધાણ Bharuch: ભરૂચ જિલ્લામાં પાનોલી પંથકમાં કોરોના કોરોના કાળ બાદ ડ્રગ્સની ફેક્ટરી...
bharuch  ats અને sog પોલીસનું સફળ ઓપરેશન  ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું
  1. 31 કરોડનો જથ્થો જપ્ત કરી આરોપી પંકજ રાજપુતની ધરપકડ
  2. ઝડપાયેલા પંકજ રાજપુતની પૂછપરછમાં વધુ 2ના નામ ખોલ્યા
  3. 10 દિવસના રિમાન્ડ મંજૂર થતા અનેક વિસ્ફોટ થઈ શકે તેવા એંધાણ

Bharuch: ભરૂચ જિલ્લામાં પાનોલી પંથકમાં કોરોના કોરોના કાળ બાદ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. તેની શાહી સુકાતી નથી ત્યાં જ દહેજ પંથકમાં એટીએસ અને એસઓજી પોલીસે મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ટ્રામાડોલ ટેબલેટના ઉત્પાદન માટે સંગ્રહ કરેલ ડ્રગ્સનું રો મટીરીયલ ઝડપી પાડતા 31 કરોડ ઉપરાંતના મુદ્દા માલ સાથે એકની ધરપકડ કરતા તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, આ સાથે અન્ય લોકોના નામ પણ ખુલ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: સાતમ-આઠમમાં બહાર નીકળતા પહેલા અંબાલાલે શું કહ્યું તે વાંચી લ્યો! નહીં તો...

31 કરોડ ઉપરાંતના મુદ્દા માલ સાથે એકની ધરપકડ

ભરૂચ (Bharuch) જિલ્લો નશાનો હબ મનાતો હોય તેવું વારંવાર ઝડપાથી ડ્રગ્સની ફેક્ટરી ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ભરૂચ (Bharuch) જિલ્લાના દહેજ પંથકની એક કંપનીમાં ડ્રગ્સનું મોટું રો-મટીરીયલ સંગ્રહ કરી નશાનો કારોબાર ચાલતો હોવાની બાકીના આધારે અમદાવાદ એટીએસ અને ભરૂચ એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું અને 12 કલાક સુધી કંપનીમાં ધામા નાખી ઓપરેશન કરતા એક ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબલેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો આશરે 1410 લીટર જથ્થો મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી 31 કરોડ ઉપરાંતનો જથ્થો જપ્ત કરી આરોપી પંકજ રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરતા એસ.ઓ.જી પોલીસે વધુ ભેદ ઉકેલવા માટે 10 દિવસની રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Advertisement

10 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ દ્વારા પકડાયેલા આરોપી પંકજ રાજપુતની પૂછપરછ તેમજ પ્રાથમિક તપાસ કરતા ગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત તથા નિખિલ કપુરીયાનાઓએ ટ્રામાડોલ ટેબલેટ બનાવવા જરૂરી પ્રવાહી સંગ્રહિત કરેલ હોવાનું કબુલ્યું હતું. આ રો મટીરીયલ અને કેમિકલ સરખેજ અમદાવાદ ખાતે આવેલ શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાનાઓ પ્રોસેસિંગ માટે આપતા હોય અને પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલા ટ્રામાડોલ API નિખીલ કપુરીયા તથા પંકજ રાજપુતનાઓ હર્ષદ કુકડીયાનાઓને સરખેજ ખાતે મોકલી આપતા હોવાની ચોકાવનારી કબુલાત કરી છે.

આ પણ વાંચો: Surat: નશાના રવાડે ચડ્યું યુવાધન! 25 લાખના અફીણ સાથે એક યુવાનની ધરપકડ

Advertisement

બીજા પણ અનેક ખુલાસા થયા તેવી શક્યતાઓ

અમદાવાદના શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે, તેઓ કેવલ ગોંડલીયાના સંપર્કમાં હતા. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબલેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી API અંકલેશ્વરના પંકજ રાજપૂત તથા મારુતિ બાયોજેનિકના માલિક નિખિલ કપુરીયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલીયા ને સપ્લાય કરતા હતા. આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન તથા પેકેજીંગ કરી મુખ્ય આરોપી કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલનાઓની સૂચના મુજબ ધણોટ છત્રાલ ખાતે આવેલ દીનાકોર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના માલિક આણંદ પટેલ અને અંકિત પટેલનાઓ દ્વારા કરવામાં આવેલ જે ડ્રામા ડોલ ટેબલેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલનાઓ દ્વારા આગળ આપવામાં આવતો હોવાનો મોટો ખુલાસો થઈ ગયો છે.

શંકાપદ કન્ટેનરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીયને બાબતે પણ છે કે, 10 દિવસ અગાઉ પણ કચ્છ જિલ્લાના મુદ્રા ખાતે એક શંકાપદ કન્ટેનરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરાલિયોન નાઇઝર ખાતે એક્સપોર્ટ થનાર 110 કરોડની કિંમતની કુલ 68 લાખ ટ્રામાડોલ ટેબલેટનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujarat ATSએ જપ્ત કર્યું રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ, બેરલોમાં ભરેલું હતું લિક્વિડ...

અમદાવાદનો જે વ્યક્તિ રો મટીરીયલ સપ્લાય કરતો હતો

સમગ્ર કૌભાડનો પડદાફાસ્ટ કરવા માટે એટીએસ છેલ્લા 10 દિવસથી સતત જીણવટ ભળી તપાસમાં રહી હતી. આખરે અમદાવાદનો જે વ્યક્તિ રો મટીરીયલ સપ્લાય કરતો હતો તે કોને કોને કરતો હતો? તે દિશામાં તપાસ કરવામાં આવતા અમદાવાદનો રેલો ભરૂચ સુધી દહેજ જીઆઇડીસી સુધી પહોંચ્યો હતો. ત્યાંથી પણ મોટા પ્રમાણમાં 30 કરોડ ઉપરાંતનો રો મટીરીયલ પ્રવાહી ઝડપી પાડી પંકજ રાજપૂતની ધરપકડ કરતા તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પંકજ રાજપૂતના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થશે

દહેજની એક કંપનીમાંથી મોટા પ્રમાણમાં નશાના કારોબારનો લિક્વિડનો પ્રવાહ અંદાજે 31 કરોડ ઉપરાંત મળી આવ્યો હતો. તેની સાથે પંકજ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. કોર્ટમાં રજૂ કરતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 10 દિવસના રિમાન્ડની મંજૂરી આપી હતી અને 10 દિવસ રિમાન્ડ ઉપર અને ખુલાસા થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.

આ પણ વાંચો: High Court : હવે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત, HC એ કર્યો આદેશ

કચ્છનો રેલો અમદાવાદથી ભરૂચ અંકલેશ્વર સુધી લંબાયો

10 દિવસ અગાઉ વિદેશમાં ટામાડોલ ટેબલેટનો જથ્થો વિદેશમાં એક્સપોર્ટ થનાર હોય અને શંકાસ્પદ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં 110 કરોડની કિંમતની 68 લાખ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો ઝડપાઈ ગયો હતો. સમગ્ર પ્રકરણનું ઓપરેશનમાં કોણ કોણ સામેલ છે તે તપાસ કરતા કચ્છથી રેલો અમદાવાદ અમદાવાદથી ભરૂચ જિલ્લાના દહેજ જીઆઇડીસી અંકલેશ્વર સુધી લંબાયો છે. ઘણા લોકોના આ પ્રકરણમાં સંડોવણી બહાર આવી શકે તેવા એંધાણો પણ હાલ વર્તાઈ રહ્યા છે.

12 કલાક દહેજની કંપનીમાં ઓપરેશન કરાયું હતુંઃ SOG PI

ભરૂચ (Bharuch)ના દહેજ પંથકની જીઆઇડીસીની એક કંપની એલાઇન્સ ફાર્મા કંપનીમાં ચોક્કસ બાતમીના આધારે એટીએસ અને એસઓજી સાથે રેડ કરવામાં આવી હતી. સતત 12 કલાક સંપૂર્ણ ફેક્ટરી એટલે કે કંપનીમાં ચેકિંગ કરવામાં આવતા મોટો પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 31 કરોડનો મુદ્દા માલ મળી આવતા પંકજ રાજપૂત ની ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.