ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલના આંતકે હદ વટાવી! કરતૂત CCTVમાં થઈ કેદ

Bharuch: અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
01:09 PM Nov 21, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage
Bharuch
  1. ગાર્ડન સિટીમાં ગાડી સળગાવી દેવાના CCTV આવ્યા સામે
  2. બે મહિલા જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવી રહી હોવાના દ્રશ્યો
  3. મહિલાઓની ગાડી સળગાવવાની કરતુત CCTV કેમેરામાં કેદ

Bharuch: અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નોંધનીય છે કે, અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં 1 બલેનો ગાડી સળગાવી દેવાના સીસીટીવી અત્યારે સામે આવ્યાં છે. સીસીટીવી પ્રમાણે વાત કરવામાં આવે તો, બે મહિલાઓ આવીને જ્વેલન્સીલ પ્રવાહી નાખી ગાડી સળગાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો: નશાના કારોબારનો પર્દાફાશ! 1.23 કિલો MD ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપીની ધરપકડ

એક્ટિવા ઉપર આવેલી મહિલાઓએ ફોરવીલ ગાડી ફૂકી મારી

વિગતે વાત કરીએ તો, મહિલાઓની ગાડી સળગાવવાની કરતુંતો સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, એક્ટિવા ઉપર આવેલી મહિલાઓએ 1 ફોરવીલ ગાડીમાં આગ લગાડીને ફૂકી મારી હતી. આ સમગ્ર ઘટનાને લઇ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ લેડી ડોન પલ્લવી પાટીલ શું પોતાના કાયદાથી ઉપર સમજે છે? શું તેને પોલીસનો કોઈ ડર જ નથી કે, પછી કોઈ તેને છાવરી રહ્યું છે? આવા તો અનેક સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું

લેડી ડોન સામે ક્યારે કરવામાં આવશે કાર્યવાહી?

રાત્રે ગાડીમાં આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું. જેથી સવાર થતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા મહિલાઓની કરતુતા આવી સામે આવી છે. આ લેડી ડોન સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જો આવી રીતે જે આ લેડી ડોન ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી ગુનાહિત કાર્યો કરતી રહેશે તો સામાન્ય લોકોમાં તેનો ભય રહેશે અને અન્ય શહેરમાંથી આવેલા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાશે. જે ગુજરાતની શાંતિને હાનિ પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: Rajkot રેલવે તંત્રના પાપે દિવ્યાંગો પરેશાન, હાસ્ય કલાકારે વીડિયો વાયરલ કરી વ્યક્ત કર્યો રોષ

Tags :
Ankleshwar Lady donBharuch Lady donBharuch Lady don Pallavi Patilbharuch newsLady don Pallavi PatilPallavi Patil