Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે BAOU માં અભિવાદન તથા સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન

ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ( BAOU ) બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૌ મહેમાનો અને કર્મચારીઓએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ગૌતમ સભાગૃહમાં સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અતિથિઓનું શાબ્દિક સ્વાગત...
ભારતરત્ન ડૉ  બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે baou માં અભિવાદન તથા સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન

ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ( BAOU ) બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૌ મહેમાનો અને કર્મચારીઓએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ગૌતમ સભાગૃહમાં સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અતિથિઓનું શાબ્દિક સ્વાગત કાર્યક્રમ સંયોજક ડૉ. સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીની પરંપરા આપણે ત્યાં વર્ષોથી છે. આપણી આ પરંપરામાં આપણે ત્યાં ભૂતકાળમાં આપણા માનનીય પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે. અહીં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના અધ્યક્ષશ્રીને અર્પણ કરવાના સન્માનપત્રનું વાંચન ડૉ. જયેશ પરમારે કર્યું હતું.માનનીય કુલપતિશ્રીના હસ્તે આ સન્માન પત્રનું અર્પણ કિશોર મકવાણાજીને કરવામાં આવ્યું હતું.

Advertisement

બાબાસાહેબની પ્રતિભાને જન જન સુધી પહોચાડવામાં BAOU નું મોટું યોગદાન

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માનનીય કિશોર મકવાણાજી, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા રાજ્યસભાના રીસર્ચ ફેલો પ્રો. દેવરાજજી, પ્રો. રવિરંજન અને BAOU ના EC મેમ્બર અને માનવિકી અને સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નિયામકશ્રી પ્રો. કૌશલ્ય પંવરજી અને યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રો. ડૉ. અમી ઉપાધ્યાય તેમજ યુનિવર્સિટી સત્તા મંડળના સદસ્યો, તમામ વિદ્યાશાખાના નિયામકશ્રીઓ, કુલસચિવશ્રી તથા યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાબાસાહેબની પ્રતિભાને જન જન સુધી પહોચાડવામાં BAOU નું મોટું યોગદાન છે.

Advertisement

બાબાસાહેબના જીવન અને કવનના તમામ આયામો સૌને પ્રેરિત કરનારા

બાબાસાહેબના જીવન અને કવનના તમામ આયામો સૌને પ્રેરિત કરનારા છે. બાબાસાહેબનું વ્યક્તિત્વ વૈશ્વિક છે. પણ તે લાંબા સમય સુધી એક કુંડાળામાં કેદ થઈ ગયું હતું પણ હવે તે સોળે કળાએ મહોર્યું છે. તેમણે સામાજિક ઉત્થાન માટે માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. તેમ છતાં કોઈપણ પ્રકારની કટુતા વગર તેમણે સમાજના સૌ વર્ગો માટે કાર્ય કર્યું છે. તેમણે દરેક ક્ષેત્રના લોકોની સેવા કરી છે. તેમના માટે પહેલા રાષ્ટ્ર અને અંતમાં પણ રાષ્ટ્ર હતું. ભારત સશક્ત બને, સમૃદ્ધ બંને તે બાબાસાહેબનું સ્વપ્ન હતું. તે સ્વપ્ન આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.

Advertisement

પ્રો. દેવરાજ જી એ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે. બાબાસાહેબે એમના જીવનકાળમાં તેમણે એટલા બધા કાર્યો કર્યા છે કે તેને સમજવા માટે આપણું જીવન પણ ટૂંકું પડે. તેમણે સૌને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું. . પ્રો. રવિરંજનજીએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે સામાજિક સુધારણાની શુરુઆત સૌના માટે શિક્ષણથી થાય છે જે આ યુનિવર્સિટીનું ધ્યેય છે. દરેક વ્યક્તિને શિક્ષિત કરી તેને આત્મસન્માન અપાવવાનું કરી બાબાસાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. બાબાસાહેબના જીવનના મહત્વપૂર્ણ આયામો વિશે તેમણે વાત કરી હતી.

વિશ્વમાં જો કોઈ વ્યક્તિની જન્મજયંતી ઊજવાતી હોય તો એ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી

સંસ્કૃત ભાષાના વિદ્વાન અને BAOU ના EC મેમ્બર પ્રો. કૌશલ્ય પંવરજીએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જો કોઈ વ્યક્તિની જન્મજયંતી ઊજવાતી હોય તો એ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. બાબાસાહેબ એ જ્ઞાનના પ્રતીક છે. બાબાસાહેબ ફક્ત દલિત સમાજના જ મસીહા નથી પણ સમગ્ર ભારતના મસીહા છે. તેમણે બાબાસાહેબને સૌથી મોટા રાષ્ટ્રવાદી કહ્યા હતા કારણ કે બાબાસાહેબને આખું વિશ્વ આવકારતુ હતું ત્યારે બાબાસાહેબ પોતાની જન્મભૂમિ ભારતની પસંદગી કરી હતી અને આખું જીવન ભારત માટે ખપાવ્યું હતું. તેઓ રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે અડગ રહ્યા. બાબાસાહેબે સંસ્કૃત ભાષા માટે કહ્યું હતું કે સમગ્ર ભારત દેશને જોડનારી એકમાત્ર ભાષા સંસ્કૃત ભાષા છે.

યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી એ પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું કે..

આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી એ પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે આજે મહામાનવ આંબેડકરજીનું સામાજિક સમરસતા, બંધુત્વ માનવતાનું સ્વપ્ન સાકાર થયું છે. આ સાથે તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના અધ્યક્ષ તરીકે કિશોરભાઈ મકવાણાની વરણીને બિરદાવી હતી. કિશોરભાઈ વિશેના સંસ્મરણો યાદ કરતા કહ્યું હતું કે કિશોરભાઈ આપણી યુનિવર્સિટીના સત્તા મંડળના ત્રણ ટર્મ સુધી સદસ્ય રહ્યા છે ત્યારે આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ આગળ વધે ત્યારે આપણો ઉમળકો બેવડો હોય છે. બાબાસાહેબ માનતા કે જેમ માનવ જીવન નાશવંત છે તેમ વિચાર પણ નાશવંત છે. વિચારો ત્યારે જીવંત રહે છે જ્યારે તેને યોગ્ય પોષણ આપવામાં આવે છે.

બાબાસાહેબની જીવનયાત્રા સમાજને આપવા માટેની યાત્રા રહી છે. તેમણે પોતાનું જીવન સમાજની સીમાઓ મિટાવવા માટે ખર્ચ્યું છે. આ પ્રસંગે તેમણે યુનિવર્સિટી તરફથી દર વર્ષે સમરસતા એવોર્ડ આપવાની શરૂઆત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શિક્ષણનો ઉપયોગ સમાજના સકારાત્મક પરિવર્તન માટે કરવો જોઈએ તેમજ યુનિવર્સિટીએ પોતાની લાયબ્રેરીને પબ્લિક યુનિવર્સિટી લાયબ્રેરી તરીકે પરિવર્તિત કરી છે જેનો સમાજના દરેક વ્યક્તિને લાભ મળશે. કાર્યક્રમના અંતે આમ્બેડકર જયંતી નિમિત્તે યુનિવર્સિટી દ્વારા રાજ્યકક્ષાએ ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિજેતાઓને માનનીય કિશોર મકવાણાના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. કેતન મકવાણા દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : GONDAL : ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ઉજવણી, કેન્દ્રીય મંત્રી રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.